________________
૧૫૬
- શ્રાવક કવિ ઋષભદાસકૃત
દેખે હજીરે હમારે તુલ્બ, એકસો ચઉદ કીએ હમે;
અકેકે સિંગ પંચ મેં પંચ, પાતિગ કરતા નહિ ખલખંચ. ૧૩૨૭ ખેલે શિકાર કીએ બહુ કરમ, છત્રીસ હજાર હરણકે ચરમ;
ઘર ઘરદીઠ હમ લહિણા કીઆ, દોઇ સિંગ હમ સોનઈઆદીઆ. ૧૩૨૮ ચિડી પંચ મેં પંખી જીવ, ખાતા જીભ ઉનકી જ સદીવ;
ઈસા પાપી થા મેં બહુ આપ, તુહ્મ દિદારથી છોડ્યા પાપ. ૧૩૨૯ ભલા રાહ દેખાયા તુહ્મ, છમાસ ગોસ તો છોડ્યા હમે;
મુલ્લાં ઉંબરે કહિતે યું, આપકા રહા છોડીને કર્યું. ૧૩૩૦ બાંભણ પંડિત યું મુખે ભણે, ન જઈએ પોસાળે હાથી હણે;
સબ જુઠે હૈં એક તુહ્મ સાચ, તુહ્મ નગીના ઓર સબ કાચ. ૧૩૩૧ સોફી સંન્યાસી દરવેસ, દેખે ઈદ્રજાલીઆ ભેસ;
હિંસક કપટી રાખે દામ, ખાવે ગોસ કરિ પાતિક કામ. ૧૩૩૨ ભંગી ભંગ ચઢાવે બહુ, ખોટે દૂર કીએ હમ સહુ;
અવલ ફકીર તુજમ્ નહિ ફંદ, પૂરે ગુણ ક્યું પુન્યમ ચંદ. ૧૩૩૩ દેવી મિશ્ર પંડિત તિહાં હતો, તેહને પાતશા એમ પૂછતો;
હીરવિજયસૂરિ મૈસા યતી, દેવી મિશ્ર કહે પંડિત અતી. ૧૩૩૪ પાતશાહે દીધી પામરી, દિગંબર આવ્યો આડંબર કરી;
કહે હું ઘણો ભયો છું સહી, હાડ ચરમેં ન અડકું કહી. ૧૩૩૫ હીંગ તેલ કૂડાનું ઘીઅ, એ નહુ ખાઉં જાણો લીહ;
પૂછે પાતશા રાખો દામ, બોલી ન શક્યો ગલીઓ તા. ૧૩૩૬ પાસે ગપી જે મીઠો ખાન, દિલીપતિ કરતો તસ સાન;
તેણિ બીહાવ્યો દિગંબર તણે, તુને પાતશા હવડાં હણે. ૧૩૩૭ ઉપાય એક છુટકા કરો, લઈ કોડી મુખ માંહિ ભરો;
લહી ગરીબ મુંકે પાતશા, બોલ ગપીના હીઅડે વશ્યા. ૧૩૩૮ કોડીએ મુખ ભરીઓ જામ, ગપી બોલ્યો તિહાં કણિ તામ;
છોડીએ પાતશા ઈનકે સહી, સુંઠી બાત ઇનેં સબ કહી. ૧૩૩૯ કહે પાતશા કિમ ખલ ઘાડ, મોહોમેં કયું બાયેતેં હાડ;
કર્યો ફજેત ઉતાર્યું નીર, જગમાં સાચો જગગુર હીર. ૧૩૪૦ જગચંદ્રસૂરિ તે જગમાં સાર, આંબિલ કીધાં વરસ જ બાર;
આદ્ધપુર નગરી મેં જોય, તપા બિરૂદ તિહાં કણિ હોય. ૧૩૪૧ ત્રંબાવતી નગરીમાં જોય, દફરખાન તવ હાકિમ હોય;
મુનિસુંદરસૂરીશ્વર જેહ, જીતેં વાદ દિગંબર તેહ. ૧૩૪૨ પા. ૧૩૪૦.૧ બાંહે તમ ૧૩૪૧.૨ આહમપુર ટિ. ૧૩૨૭.૨ ખલઅંચ = ખચકાટ ૧૩૨૮.૧ ચરમ = ચામડું