________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૩૯
આ રીતે મુનિ પાંચ સમિતિને પાળે તથા ત્રણ ગુપ્તિથી ગુપ્ત હોય. જેમનું મન નિર્મળ હોય, તે બીજાનું દુઃખ કદી ઈચ્છે નહીં. વળી વચનને તથા કાયાને તે ગોપવે. આવા સાધુના મનમાં સંયમરમણી વસી હોય છે. (ઢાળ ૪૮ - એણી પરિ રાજ્ય કરતાં રે – એ દેશી) એ પંચે આચાર રે, મુનિવર પાલતો;
પંચ સુમતિ ઋષિ રાખતો એ. ૧૧૮૧ ઇર્યાચાર અપાર રે, ચૂકે નહિ યતી; - જીવ જોઈ પંથે વહે એ.
૧૧૮૨ ભાષા સુમતિ અપાર રે, બોલે યુક્તિસ્યું;
પાપ નહિ પુણ્ય હુએ ઘણું એ. ૧૧૮૩ સુમતિ એખણા એહ રે, શુદ્ધી ગોચરી;
દોષ રહિત અહાર જ લીએ એ. ૧૧૮૪ દીધું બાર મ ટેલિ રે, નીચે ઘર નહિં; અંધારું ઘર વરજે એ.
૧૧૮૫ બીજ પુષ્પ ફલ લીપ્યું રે, તેણિ ઘરે નવિ જઈએ;
શંકા સહિત ન નિકલિ એ. ૧૧૮૬ છાળી સ્વાન ને બાલ રે, નાહનો વાછડો; ઉલંઘે ઠેલે નહિ એ.
૧૧૮૭ આસક થઈ મમ જોય રે, મંદિર ગૃહી તણું; - તારી આંખ ન જોઈએ એ.
૧ કપ ન જોઈએ એ. ૧૧૮૮ ઉતાવળો મમ પેસિ રે; આઘો મમ જે; - બાર્ગે જઈ ઊભો રહે એ.
૧૧૮૯ સૂતા ખાતે જેહ રે, દળતી મોલતી; તેનું સાધ ન વહિરીઈ એ.
૧૧૯૦ તાણે કલસીઓ નીર રે, મુનિ હેતે કરી;
- ચાટુ ધોઈએ નવિ લીએ એ. ૧૧૯૧ વળી થોડું જળ જ્યાંહિ રે, લૂણ લાગું વળી;
શાક મોળ્યું જિણે પાતરે એ. ૧૧૯૨ પા. ૧૧૮૩.૧ મુખિ તરૂં ૧૧૮૯.૨ રહિએ ટિ. ૧૧૮૧.૧ પંચ આચાર = સાધુના પાંચ પ્રકારના આચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર,
ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. ૧૧૮૧.૨ પંચ સુમતિ = પાંચ સમિતિ (૧) ઈર્યા (૨) ભાષા (૩) એષણા (૪) આદાનભંડમત્તનિખેવણા (૫) પારિષ્ઠાપનિકા સમિતિ. ૧૧૮૫.૨ વરજજે = ત્યજે ૧૧૮૭.૧ છાળી = બકરી