________________
૧૪૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
૧૧૯૪
તિણે નવિ લેવું સાધ રે, અણખરડે નહીં;
પૂરવ ખરડ્યું તિણે લિયે એ. ૧૧૯૩ દોય જણાનું જેહ રે, સમજે તો લીએ;
અણસમજ્ય અનરથ કરે એ. ગર્ભવતીનું અન્ન રે, મુનિવર નવિ લીએ;
પૂરે માસે ન વિહિરતો એ. ૧૧૯૫ બેઠી આપે આહાર રે, તો વહિરે સહી;
બાળ ધવારે તબ નહિ એ. ૧૧૯ ઉઘાડી હાંડી દેય રે, તો ઋષિ નવિ લીએ;
દાન અર્થે તે નવિ લીએ એ. ૧૧૯૭ પુણ્ય નિમિત્તનું અન્ન રે, જે મુનિ વહિરતો;
અગ્નિ સરીખો તે સહીએ. ૧૧૯૮ પાપ કર્મ બંધાય રે, સંયમ સીદાએ;
લે નિર્દોષ તે ઋષિ તરે એ. ૧૧૯૯ નવિ ત્યે ફૂલી વસ્ત રે, બલતે નવિ લીએ;
તાણે ઇંધણું તવ નહીં એ. (૧૨ સીકું ઊંચું હોય રે, નીચો નર લીએ,
બાજઠ માંડ્યું નવિ ગ્રહિ એ. ૧૨૦૧ ઝાઝા કળીઆ જ્યાંહિ રે, કાંટા બહુ વળી;
ખાવું તુચ્છ બહુ નાંખવું એ. ૧૨૦૨ નિસિહી કહિતો પેસિ રે, થાંડિલ પડિલેવું;
ગુરુ કને ગોચરી આલોઇએ એ. ૧૨૦૩ ઇરીઆવી આખેય રે, કરતો સઝાય;
દેઈ કોઈને પોતે લીએ એ. ૧૨૦૪ અરસ વિરસ શુભ આહાર રે, સ્તવે નવિ નિંદતો;
છડિ નહિ મુની તે વળીએ. ૧૨૦૫ લીએ એકદા આહાર રે, ન સરિ તો કરે;
કાલિ જાઈને તે વળે એ. ૧૨૦૬ અકાલિ હોઈ દોષરે, ભમતાં નવિ મળે;
નિંદ્યા કરવી ન નગરની એ. ૧૨૦૦
પા. ૧૨૦૨.૧ કાઢી બહુ ટિ. ૧૧૯૫.૨ વિહિરતો = વહોરતો ૧૧૯૬.૨ ધવારે = પયપાન કરાવે ૧૨૦૩.૧ થંડિલ =
શુદ્ધ ભૂમિ