________________
શ્રી હીરવિજયસૂરિરાસ
વણિક વસે ચોરાશી નાતિ, શ્રી શ્રીમાળી ઉત્તમ જાતિ;
પ્રાગવંશ વસે વાચાળ, જિણ કુળ હુઆ બહુ ભૂપાળ. ૪૫ વિમલરાય લહે જશવાદ, આબુગઢે કીધો પ્રાસાદ;
વસ્તપાલ ઘે સબળું દાન, પગ પગ પ્રગટ્યો તાસ નિધાન. મહુઆનો જગડૂસા જેહ, શ્રી શેત્રુજે પોહોતો તેહ,
ગિરનાર દેવકે પાટણ ગયો, ઈદ્રપાલ લેતો ગહગહ્યો. ૪૭ ત્રણ્ય રત્ન દે ધરી વિવેક, સવા કોડિનું મૂલ અકેક;
અનેક કરણી બીજાં જુઓ, પ્રાગવંશમાંહિ તે હુઓ. ૪૮ ઓશવંશ ગુજ્જર ગુણવત, ભીમ સરીખા જિહાં હવંત;
અડાલજા નર મોઢ ગોમુઆ, જિણ કુળે હેમાચારજ હુઆ.૪૯ નાગર ડીંહુ ડીસાવાળ, ખડાયતા વસતા વાચાળ; ' ખંડેરવાળ અને ખંડોળ, કાઠોરા નર વસે કપોળ. કાકલ નાયલ નાણાવાળ, હંમડ લાડ લાડુઆ શ્રીમાળ;
હરસોરા નાગિલ જાંગડા, ઝાલોરા વાણિગ વાયડા. ઈત્યાદિક વાણિગ બહુ જાતિ, સરવાળે ચઉરાશી નાતિ;
ક્ષત્રી બ્રાહ્મણ શૂદ્રહ વસે, પુણ્યદાને પાછા નવિ ખસે. ચઉરાશી લખ વડવાણીઆ, કોટીધ્વજ ગઢમાં જાણી;
લાખીણા પુર બાહિર રહે, અવર પુરુષ સંખ્યા કુણ કહે. પ૩ ખટ્ર દર્શનની પોચે આશ, શ્રાવકજનનો બહુલો વાસ;
હાલવિહાર પાસ છે જ્યાંહિ, મૂડો આખો આવે ત્યાંહિ. ૫૪ સોપારી મણ આવે સોળ, જિનમંદિર નિત હુએ કલ્લોલ; - ઝાઝી દીસે પોષધશાળ, સોમસુંદર બેઠા વાચાળ. ૫૫ ચોરાશી શ્રાવક અતિ સુખી, સુખાસણે બેસે પાલખી;
છત્ર ધરાવે જિમ નરરાય, નિત વખાણ સાંભળવા જાય. ૫૬ ઈમ્યું નગર પાલ્ડણપુર જ્યાંહિ, હાલ પરમાર રાજ છે ત્યાંહિ;
પૂર્વે. અન્દગઢનો રાય, પાતિગ કીધું તેણિ ઠાય. પ૭ પ્રતિમા પીતળની જિનતણી, આશાતના તસ કીધી ઘણી;
ભાંજી ગાળી સાંઢીઓ કીધ, પાતિગ પોઢે આગે લીધ. ૫૮ મોટું પુણ્ય ને મોટું પાપ, પ્રત્યક્ષ ફળ પામે નર આપ; *
જિનપ્રતિમાભંગ પાતિગ જેહ, ગલિત કુષ્ટીઓ હુઓ દેહ. ૫૯ પા. ૫૦.૨ કઠણોરા ૫૧.૧ ડુંબડ ટિ. ૪૫.૧ પ્રાગવંશ = પોરવાડ ૪૯.૨ હેમાચારજ = હેમાચાર્ય પ૮.૨ પોટું = મોટું પ૯.૨
ગલિત કુષ્ટીઓ = માંસ વગેરે ગળી જાય એવા કોઢવાળો.