________________ શ્રી હીરવિજયસૂરિરાસ 810 814 (દુહા) પદમિની તસ પુહુર નિદ્રા, બે પહોર નિદ્રા હસ્તિની; ચિત્રણી તસ ત્રિ પોહોર નિદ્રા, અઘોર નિદ્રા શંખિની. 808 પાશેર જમે તે પદમિની, અધશેર જમે તે હસ્તની; શેર જમે તે ચિત્રણી, સર્વ ભખે તે શંખિની. COC પાતળ કેસી પદામિની, ભમરલ વેણી હસ્તિની; લાંબી વેર્ણિ ચિત્રણી, ટુંકે લટીએ શંખિની. પદમિની તે પુષ્પગંધા, વેલિગંધા હસ્તિની; ચિત્રણી તે ચંપગંધા, મચ્છગંધા શંખિની. 811 પદમિની પરભાત જાણે, દેખી દીપક મંદ; હસ્તની લહિ કમળ વિકસે, ચિત્રણી ગોરસ ગંધ. 812 પૂછી નારિ શંખિની, ભાખી મનની વાત; થંડિલ ઠામ ફટણ લગો, તવ જાણે પરભાત. 813 નારિ અસી નહિ કો વળી, અકબર શાહ ઘરબારિ; ત્રિણી જાતિની સુંદરી, સુખ વિલસે સંસારિ. (ચોપાઈ) કામભોગમાં ખૂતો એહ, કેહી પરિ આવી મિલક્ષ્ય તેહ; મિલ્યા વિના નવિ હોએ કાજ, સકળ દેશમાં એહનું રાજ. 815 વિમલહરખ મોટો ઉવઝાય, તેજ ધરી બોલ્યો તેણિ ઠાય; અવર વાત તે બેઠી રહી, હીર અકબરને મલવું સહી. 816 શ્રાવક વડા તવ બોલે અઢું, સ્વામી હીર વિમાસો કહ્યું બૂઝવી તેહ લગાવો પાય, જિમ કેસી પરદેશી રાય. 817 આગે હુવા જિમ મસૂરદ, તિણે પ્રતિબોધ્યો કમરનરિંદ; બપ્પભટ્ટસૂરી તણે પસાય, અંબરાય જૈન તે થાય. 818 અસ્યાં વચન સુણતો જવ હીર, હીઅડે હરખ્યો સાહસ ધીર; નવિ ઉસરીએ પાછા આજ, જઈ જિન સાધુ વધારે લાજ. 819 તિહાં પ્રતિષ્ઠા કરવી જેહ, વિમલહર્ષનિ ભલાવી તેહ; કરી પ્રતિષ્ટા તુમે આવજો, તુમ ધોરી અમ આગળિ થજો. 820 અસ્ય કહી જ દુઓ દયાલ, એટલે આવ્યો તિહાં જગમાલ; કહે મુજને ગછ માંહે લીઓ, કે અકબરનિ ઉત્તર દીઓ. 821 પા. 810.1 પીત 813.2 પટણ 819.2 જિનશાસન 821.1 જદરાલ