________________
અભિલાષા જરૂર હતી. આવા મનોરથ જણાવતાં એમણે લખ્યું છે કે જો પોતાની પાસે દ્રવ્ય હોય તો “સંઘપતિ તિલક ભલું જ કરાવું.'
| ઋષભદાસ પોતે સંસ્કૃત ભાષાના સારા જાણકાર હતા. એમણે પોતાની ગુજરાતી રચનાઓ માટે સંસ્કૃત કાવ્યોનો આધાર લીધો છે તે પરથી પણ એ નિશ્ચિત થાય છે.
સં.૧૬૫રમાં નિર્વાણ પામેલા મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિના આ કવિ શિષ્ય સમા હતા. અને વિજયસેનસૂરિ પાસે એમણે ઘણું શાસ્ત્રાધ્યયન કર્યું હતું. એમણે વિજયસેનસૂરિને ગુરુ તરીકે સ્વીકાર્યા હોવાનું એમની કૃતિઓમાં જણાય છે. તેઓ લખે છે તે જયસિંહ ગુરુ માહરો રે.” જયસિંહ તે વિજયસેનસૂરિનું મૂળ નામ છે. આ. વિજયસેનસૂરિની પાટે વિજયતિલકસૂરિ અને એમની પછી વિજાણંદસૂરિ થયા, તેમને પણ કવિ ઋષભદાસે પોતાના ગુરુ માન્યા હોવાનું એમની કૃતિ “ભરતેશ્વર રાસમાં મળતા ઉલ્લેખો પરથી જણાય છે.
‘વિજયાનંદ સુરીશ્વર રે, દીઠ અતિ રે આનંદ
ઋષભ તણો ગુરુ તે સહી રે, તેહનો મસ્તકે હાથ.”
શ્રી હીરવિજયસૂરિરાસમાં અંતભાગે સમસ્યાઓથી કવિએ જે સ્વપરિચય આપ્યો - છે તેમાં પણ તેમણે વિજયાનંદસૂરિને પોતાના ગુરુ કહ્યા છે.
| ઋષભદાસ વિશે એક એવી દંતકથા છે કે આ. વિજયસેનસૂરિએ પોતાના શિષ્ય સારુ સરસ્વતી દેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યો હતો. તે રાત્રિએ ઉપાશ્રયમાં સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં આ આવતાં એ પ્રસાદ પોતે જ આરોગી લીધો; જેને પરિણામે તેઓ સંખ્યાબંધ કૃતિઓ રચી શક્યા.
પણ આ કેવળ દંતકથા જ છે અને એને કોઈ આધાર સાંપડતો નથી. હા, એ ખરું કે કવિ એમની બધી રચનાઓમાં આરંભે સરસ્વતીની સ્તુતિ કરવા સાથે એનો ઉપકાર સ્વીકારે છે.
એમણે પોતાની ઘણી રચનાઓમાં આપેલા સ્વપરિચય ઉપરથી જણાય છે કે કવિ ખૂબ જ ધાર્મિક વૃત્તિના, રોજિંદી ધાર્મિક આવશ્યક ક્રિયા કરનારા અને ધર્મમય જીવન જીવનારા હતા. “ઋષભદેવ રાસમાં તેઓ લખે છે : ‘સંઘવી સાંગણસુત તન સારો. દ્વાદશ વરતનો તેહ ધરનારો, દાન નઈ સીલ તપ ભાવના ભાવઈ, અરિહંત પૂજઈ ગુણ સાધુના ગાવાં.'
આ કવિએ પોતાની રચનાઓમાં પોતાના પુરોગામી સંસ્કૃત-ગુજરાતી કવિઓને યાદ કરી, એ સૌની સરખામણીમાં અત્યંત દીન ભાવે પોતાની લઘુતાનો સ્વીકાર કરવાની નમ્રતા દર્શાવી છે. ઋષભદાસનું સાહિત્યસર્જન :
કવિએ “શ્રી હીરવિજયસૂરિરાસમાં લખ્યું છે કે ‘તવન અઠાવન ચોત્રીસ રાસો, પુણ્ય પ્રસર્યો દીઈ બહુ સુખવાસો, ગીત થઈ નમસ્કાર બહુ કીધાં પુણ્ય માટિ લિખી સાધુનિ દીધાં.”