SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ * શ્રાવક કવિ ઋષભદાસકૃત કહેવાયા. એમની શાખા મજબૂત બની દીપી ઊઠી. ઈન્દ્રદિત્રસૂરિની પરંપરાવાળા કત્તપુરા કહેવાયા. અને કુલમંડણસૂરિવાળા કમલકલશ શાખાના કહેવાયા. મરુદેશમાં વડગામ નામે ગામમાં રહેતાં ગંગારાજ શાહ પિતા અને ગંગારાણી માતાના પુત્ર હાદકુમાર સંયમ લઈને હેમવિમલસૂરિ થયા. તેમને ગછનાયક તરીકે સ્થાપન કર્યા. કોઠારી સાયર સેજપાલે મોટો ઉત્સવ કર્યો. સકલ સંઘે તેમને વંદન ક્યાં ત્યાં ભૂષણ આદિ ઘણાં દાન થયાં. લોંકા મતમાં ભાનઋષિ અને હાજો ઋષિ તથા ઋષિ શ્રીપતિ અને ઋષિ ગણપતિ જેઓ તેમના પંથમાં મોટા ગણાતા હતા તેઓ હેમવિમલસૂરિનાં ચરણોમાં નમ્યા અને જિનપ્રતિમા વાંદી તથા તેના પ્રતિ પ્રીતિવાળા બન્યા. આ રીતે હેમવિમલસૂરિ પંચાવનમી પાટે થયા. તેમની પાટે આણંદવિમલસૂરિ(૫૬) થયા. એમણે જૈન ધર્મની વાટ અજવાળી. સં. ૧૫૪૭માં આણંદવિમલસૂરિનો ઈડરમાં ઓશવંશમાં જન્મ થયો. મેઘા શાહ પિતા અને માણિકદે માતા. કુંવરનું નામ આણંદ. બાળપણથી જ તેઓ વૈરાગી હતા. સં. ૧૫પરમાં એમણે દીક્ષા લીધી. સં. ૧૫૭૭માં એમની આચાર્યપદવી થઈ. સં. ૧૫૮૨માં એમણે ક્રિયોદ્ધાર કર્યો. સંયમમાં શિથિલ એવા લોકોને જોઈ એમના મનમાં કરુણા ઉત્પન્ન થઈ કે “આ જીવો દુર્ગતિમાં જશે. એટલે મનમાં વૈરાગ્ય આણી વધારે પડતી ઉપધિ આદિ વસ્તુઓનો ત્યાગ કર્યો. જાડો કપડો તથા તેવો જ ટૂંકો ચોળપટ્ટો પહેરવા લાગ્યા. એમની પાછળ ઘણા મુનિઓનો પરિવાર હતો પણ તેઓ ક્રિયા-ઉદ્ધાર કરતા નથી. સૌભાગ્યહર્ષને પાટે સ્થાપન કરી તેઓ દુષ્કર માર્ગે ચાલવા લાગ્યા. સુગંધી તેલ આદિનો ઉપયોગ કરતા નહીં. બધી ક્રિયા પણ ઊંચી કરતા. ગામેગામ વિહાર કરતા. સારું વ્યાખ્યાન આપતા. એક શ્રાવકે તેમના માથે ચૂવો લગાડ્યો. તેમણે માથા ઉપર રાખ લગાડીને લૂછી નાખ્યું ને માથું ચોખ્ખું કર્યું. કહે, જો ચૂવો સારો લાગતો હોય તો પછી વૈરાગ્ય ધરવાનું કામ જ શું ?' આવા આણંદવિમલસૂરિ હતા. મહમ્મદના હાથે જે ફરમાન કરવામાં આવ્યાં હતાં તે આણંદવિમલસૂરિના હાથે આપ્યાં. અને તેમને “નગદલ મલિખ” એવું બિરુદ આપ્યું. ખાન, વજીર, સુલતાન - બધા તેમને નમે છે. ઠામઠામ તેઓ માન પામે છે. તેઓ સુંદર દેશના આપે છે અને ઘણા પુરુષોનો ઉદ્ધાર કરે છે. ગુરુના ફરમાનથી પંન્યાસ જગો ઋષિ સોરઠદેશમાં વિહાર કરી ગયા. ત્યાં લોંકામતવાળાનો ઉદ્ધાર કર્યો. વળી જેસલમેર આદિ મારવાડના પ્રદેશમાં જલસંકટને કારણે સોમપ્રભસૂરિએ મુનિઓને વિહાર બંધ કરાવ્યો હતો તે સ્થૂલિભદ્રની નાની આવૃત્તિ જેવા વિદ્યાસાગરને મોકલીને શરૂ કરાવ્યો. તેઓ છઠના પારણે આયંબિલ કરતા તથા બીજાં પણ કઠિન તપ કરતા હતા. મેવાડ દેશમાં અલવર આદિ સ્થાનોમાં ખરતર આદિને વાળ્યા. જેસલમેરમાં ખરતરના ઘેર તેઓ ગયા નહીં. વિદ્યાસાગર જે બાજોઠ પર બેસતા હતા તે બાજોઠની આજે પણ પૂજા થાય છે. હીરવિજયસૂરિ ત્યાં ગયા ત્યારે તે બાજોઠ પર બેઠા નહીં. વિદ્યાસાગર મોટા ધીર પુરુષ હતા. એમની તો વાત જ થાય એવી નથી. એમણે જિનશાસનની શોભા વધારી.
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy