________________
૮૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
આવ્યું અકબરનું ફરમાન રે, તુમનિ તેડે દેઈ માન રે;
શી જાવા તણી હર્વે પેર રે, ઘટના કરે નર બહુ પેર રે. ૬૯૯ એક કહિતિહાં હીરજીન જઈએ રે, કિહાં છાનાથઈને રહીએ રે;
એક કહિ એ કાંઈ ફંદ રે, ન જાણીએ એ સ્યો? દંડ રે. ૭00 એક કહિ એ મહા મલેચ્છ રે, એહનિ નામિ હોય રેચ રે; એહનિ દેયે કુણ જવાબ રે, પહેલું સોઈ વિચારો આપ રે. . ૭૦૧
| (ચોપાઈ) આપ વિચારે સહુકો ત્યાંહિ, મોટો પાતશાહ દુનીઓ માહિ;
પાતશાહ બાબર હુમાઉ નંદ, અકબર ઋદ્ધિ જાણે ઈદ. ૭૦૨ સોળ સહિત ગજ જેહને બારિ, ઐરાવણ સરિખા તે દ્વારિ;
નવલખ હયવર કેરી હારિ, તરણિ-અશ્વ સરખા તે ધારિ. ૭૦૩ રથ રૂડા જસ વીસ હજાર, દિનકરરથથી અધિક અપાર;
અઢાર લાખ પાયગ પરિવાર, તોમર ગુરજ હાર્થિ હથીઆર. ૭૦૪ ચઉદ હજાર દીસે જસ હર્ણ, સોમકુરંગ તણો તે વર્ણ;
બાર હજાર જેહને ચીતરા, વાઘ પંચસહિ જેહનિ ખરા. ૭૦૫ સતર હજાર સકરા જસ લહું, બાવીસ હજાર બાજ જસ કહું;
ઈગ્યાર હજાર ગવરી જસમાન, સાત હજાર તાની કરે ગાન. ૭૦૬ કરણ સમો નહિ ઔર કોઈ દાન, ચક્રી સમો નહિ ઔર નિધાન;
અકબર સમ નહિ કોઈ સુલતાન, તાન રાગ સમો નહિ તાન. ૭૦૭
અકબર બાદશાહના દરબારમાં તાનસેન એવો ગવૈયો હતો જેને સાંભળી લોકો ડોલી ઊઠતા, બીજાને સાંભળવા કાન દેતા નહીં. અકબરના દરબારમાં પાંચસો પ્રધાનો, પાંચસો મોટા પ્રધાનો, વીસ હજાર કારકુનો, દસ હજાર ઉમરાવો હતા. ઉમરાવોમાં આજમખાન, ખાનખાના, ટોડરમલ, શેખ અબુલ ફજલ, બિરબલ, ઈતમાદખાન, કુતુબુદ્દીન, શિહાબખાન, ખાનસાહેબ, તલાખાન, કલાખાન, હાસિમખાન, કાસિમખાન, નૌરંગખાન, ગુજ્જરખાન, પરવેઝખાન, દોલતખાન, નિજામુદ્દીન, મહમદખાન વગેરે મુખ્ય હતા. અસ્તબેગ અને કલ્યાણરાય આ બે અકબરના ખાસ સેવક હજુરિયા હતા.
આગળ અનેક બાદશાહો – અહમદ, મહમદ, સિકંદર, અલ્લાઉદ્દીન, બલખ પાતશા, તિલંગ-બાબર, હુમાયુ વગેરે પણ થયા. પણ અકબર જેવા કોઈ ન હતા. તેણે અનેક દેશ કબજે કર્યા હતા. જેવા કે અંગ, બંગ, કલિંગ, ગૌડ, ચીડ, તિલંગ, માલવ, સોરઠ, ગુજ્જર, કોંકણ, મલબાર, દક્ષિણ દેશ, ખુરાસાન, કાબુલ, મુલતાન, ખાનદેશ, પા. ૭00.૨ દંદ રે ટિ. ૭૦૩.૨ તરણિ-અશ્વ = સૂર્યના ઘોડા ૭૦૪.૨ તોમર = ભાલા જેવું શસ્ત્ર, ગુરજ = ગદા
જેવું શસ્ત્ર