________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૨૭
વિમલહર્ષ મોટો ઉવઝાય, તે પણિ ગુરુને વંદને જાય;
કહી પાતશા કેરી વાત, ત્યારે હર્ષ ઘણેરો થાત. ૧૦૭૬ સાંગાનેરથી ગુર સંચરે, નવલી ગાર્મિ આવેલું કરે;
ચાટર્ડીંડવણી ગામ છે જ્યાંહિ, આવ્યાશિકંદરપુરતમાંહિ. ૧૦૭૭ બાના અને અભિરામાવાદ, ગુરુ આતંતે ગયો વિખવાદ;
ફતેપુર ભણી આવે સેં, અનેક પંડિત પંકિં તમેં. ૧૦૭૮ વિમળહર્ષ મોટો ઉવઝાય, શાંતિચંદ છે તેણે થાય;
સોમવિજય પંડિત વાચાળ, સહેજસાગર પં. બુદ્ધિ વિશાળ. ૧૦૭૯ જિલેબી સીહવિમલ પન્યાસ, ગુણવિજય પંડિત તે ખાસ;
ગુણસાગર ધર્મસી પન્યાસ, રત્નચંદ દીઠો ઉલ્લાસ. ૧૦૮૦ હેમવિજય પંડિત વાચાળ, કાવ્ય દુહામાં બુદ્ધિ વિશાળ;
કાહાંનો ઋષિ કવિતા જગમાલ, મુખ્યથી બોલિ મિઠા ફાલ. ૧૦૮૧ રામવિજય . પુંઠિ ભાણ, કીર્તિવિજય હંસવિજય, સુજાણ;
સવિજય વિજય પન્યાસ, કલ્પદીપિકા કીધી ખાસ. ૧૦૮૨ લાભવિજયગરિ ને મુનિ વિજે, ધનવિજય ચેલો અતિ ભજે;
પુણ્યવિજય ને જસવિજય જોઈ, અનેક સાધ વળી પુંઠિ હોઈ.૧૦૮૩ સડસઠ સાધ તણો પરિવાર, એકેકથી તે દીસે સાર;
વ્યાકરણી નેતા વાચાળ, વાદકાર્ય ઉઠી ઘે ફાળ. ૧૦૮૪ એમ પરિવાર મળ્યો ગંભીર, ચંદ તણી પરિ ચાલે હીર;
ફત્તેપુર ભણી આવ્યા વહી, સકળ લોક સાહિમા ગયા સહી. ૧૦૮૫ થાનસંગ માનુ કલ્યાણ, અમીપાળ દોસી ગુણજાણ;
વિવહારીઆ બીજા વળી જેહ, પાતશાનું જણાવે તેહ. ૧૦૮૬ મુકી ભેટિ બોલ્યા નરધીર, હોઈ રજા તો આવે હીર;
પ્રવેશ મોહોચ્છવ કીજે સોય, હુકમ પાતશાનો હોય જોય. ૧૦૮૭ હુકમ પાતશાનો હુઓ તહિં, કરી મોચ્છવ ને તેડો અહિં !
ગજ રથ ઘોડા લ્યો વાજીત્ર, તેડો હાર અમ કરે પવિત્ર. ૧૦૮૮ હુકમ પાતશાહી હુઓ જર્સિ, સંધ્યાકાળ હુઓ તિહાં તસિ;
લાજ્યો સૂર નાસી તે ગયો, હરસૂર જવ પરગટ થયો. ૧૦૮૯ અનુકરમિ હુઓ પરભાત, મુકી માન રવિ પરગટ થાત;
હર દરસણ કરવા ગહગહ્યો, મોચ્છવ જોઈ ગગને રહ્યો. ૧૦૯૦ ભંભાભેર વાજિત્ર અનેક, હય હસ્તી નવિ આવે છેક;
પાલખીઓ અસવારી બહુ, અઢાર વર્ણ જોવે તે સહુ. ૧૦૯૧ નારી પુરુષ ન લાધે પાર, ઋદ્ધિ ઉપરિ કીધો શિણગાર;
વેઢ મુદ્રિકા વેશ અપાર, દાને વરસે જિમ જલધાર. ૧૦૯૨