SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ આણંદવિમલસૂરિ પૂછે અરૂં, શ્રાવક ! પદ કોહનિ દેઅમ્યું ? શ્રાવક કહે તુહ્મ મનમાંહિ દોય, વિજયદાન સિંહવિમલ જ હોય. ૨૬૯૮ સિંહવિમલનું થોડું આય, થાપ્યા વિજયદાનસૂરિરાય; સુણી વચન મનમાંહિ ધરે, થરાદમ્યાં આવી ઉતરે. ૨૬૯૯ શ્રાવક રહે પરિખ્યા કાજ, જોઈએ જીવની કેહવી દાઝ; રાતિ પાસું પાલર્ટ જમૈં, પહિલું ઓથે પુંજે તમેં. ૨૭૦૦ કાયા કાન પુંજીને ખણે, સકલ જીવ આતમસમ ગણે; સમતા કિરીઆ દેખી કરી, શ્રાવક તપા હુઆ તે ફરી. ૨૭૦૧ એહવો આણંદવિમલસૂરિ જેહ, જયમણ છઠ્ઠ તપ કરતો તેહ; ચોથ છઠ્ઠ તપે ગહિગહી, વીસથાનક આરાધે સહી. ૨૭૦૨ ચોથ આરસેં છઠ સેંચ્યાર, વીસથાનક સેવ્યાં બે વાર; વિહરમાન ધાર્યા જગીસ, તેહના છઠ ર્યા ગુરુ વીસ. ૨૭૦૩ શ્રીજિનપ્રતિમા આગલ રહી, પાપ સકલ આલોયાં સહી; એકસો એકાસી ઉપવાસ, કરતાં સંયમ હોય ખાસ. ૨૭૦૪ છઠ બે સહિ ને ઓગણત્રીસ, વીર તણા કરે મુનિવર ઈસ; અઠાઈ પાખી ને ચોમાસ, ક્ય છઠ ઘણા વળી તાસ. ૨૭૦૫ જ્ઞાનાવરણી (૧) કર્મના જોય, દુવાલસ પંચ કર્યા તુલ્બ સોય; દર્શનાવરણી (૨) કરમના કહું, દસમ તુમે નવ કીધા લહું ૨૭૦૬ કઠણ કર્મ કહું અંતરાય, (૩) દુવાલસ પંચ કરિ રૂષિરાય; મોહનીકર્મની (૪) સબલ જગીસ, અઠમ કર્યા તુમ અઠાવીસ. ૨૭૦૭ વેદનકર્મની (૫) પ્રકૃતિ દોય, અઠમ તીસ કર્યા બે જોય; ગોત્રકર્મના (૬) દોય અઠમ, આઉખાના (૭) આાર દસમ. ૨૭૦૮ નામકર્મ દીસે બહુ વરણ, પ્રકૃતિ જેહની એકસો ત્રિય; નામકર્મનો (૮) તપ નવિ થયો, એહ મનોરથ મન માહિ રહ્યો. ૨૦૦૯ જ્ઞાનાવરણી કર્મ થિતિ કહું, સાગર ત્રીસ કોડા કોડિ લહું; | દર્શનાવરણી કર્મ થિતિ જગે, ત્રીસ કોડા કોડિ સાગર લગે. ૨૦૧૦ વેદનકર્મની એહ જગીસ, થઈ કોડા કોડિ સાગર ત્રીસ; મોહિનીકર્મની સ્થિતિ તું જોય, સીત્તરિ કોડા કોડિ સાગર સોય. ૨૭૧૧ આઉકર્મની જુઓ જગીસ, થિતિ તેહની સાગર તેત્રીસ; સર્વ કોડિનો ત્રીજો ભાગ, ઉપર અધિક કર્યાનો લાગ. ૨૦૧૨ પા. ૨૬૯૮.૨ હોય (દોને સ્થાને) ટિ. ૨૭૦૨.૧ જયમણ = ભોજનમાં ૨૭૦૬.૧ દુવાલસ = પાંચ ઉપવાસ ૨૭૦૬.૨ દસમ = ચાર ઉપવાસ
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy