________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૬૯
બાવન કોડ ચોરાણું લાખ ચુમ્માલીશ હજાર ને સાતસો આઠ પ્રતિમાઓને પૂજવાથી સિદ્ધગતિનો માર્ગ મળે છે. જંબુદ્વીપનાં દહેરાં છસો ને પાંત્રીસ છે અને તેમાં પ્રતિમાજી ચુમોતેર હજાર ને બસ્સો છે. ધાતકી ખંડમાં બારસો ને બોતેર દહેરાં છે, અને એક લાખ બાવન હજાર છસો ને ચાલીસ જિનપ્રતિમાઓ છે. પુષ્કરવર દ્વીપમાં પણ એ જ રીતે દહેરાં ને પ્રતિમાઓ છે. મનુષ્યોત્તર પર્વત ઉપર ચાર દહેરાં છે. નંદીશ્વરદ્વીપમાં શાશ્વતાં બાવન દહેરાં છે. સોળ રાજધાનીમાં સોળ મંદિરો, કુંડલદ્વીપમાં અને રચકદ્વીપમાં ચાર-ચાર દહેરાં છે. ત્રણ ભુવનના આઠ ક્રોડ સત્તાવન લાખ બસો નેવ્યાસી જિનપ્રાસાદો છે. તેમાં પંદરસો ને બેંતાલીસ ક્રોડ અઠાવન લાખ ત્રીસ હજાર ને એંશી શાશ્વતી પ્રતિમાઓ છે તે આગળપાછળ પૂજી તથા પૂજાવી હોય તે બધાયની હું આ સંસારમાં અનુમોદના કરું છું.
દુહા)
અસંખ્ય ભુવન વ્યંતર તણા, પ્રાસાદિ ત્રિશ્ય વાર;
એકસો અહિસી બિંબ તિહાં, નીત નીત કરૂં જોહાર. ૨૩૭૪
|
(ચોપાઈ)
સમભૂલા પૃથવીથી જોય, નવસહિ યોજન પૂરાં હોય;
જ્યોતિષચક્ર એતામાં લહું, અસંખ્ય ભુવન જિનપ્રતિમા કહું. ૨૩૭૫ બાર સ્વર્ગ નિ નવ ગ્રંવેક, પંચ અનુત્તર લહું વિવેક;
લાખ ચોરાસી ભુવન કહિસ, સહિત સત્તાણું નિ ત્રેવીસ. ૨૩૭૬ એકસો કોડિ નિ બાવન કોડિક લાખ ચોરાણું ઉપર જોડિ;
સહિત ઍઆલીસ સાતસે સાઠિ, પ્રતિમા પૂજ્ય સિદ્ધ ગતિ વાટિ. ૨૩૭૭ જંબુદ્વીપના જોય જગીસ, દેહરાં ખટર્સે નિ પાંત્રીસ;
પ્રતિમા પ્રણમું ઍએત્તરિ હજાર, વળી દોય સહિ અધિક અપાર. ૨૩૭૮ બારસહિં નિ બોહોત્તરિ જોય, ધાતકી ખંડિ દેહરાં હોય;
એક લાખ નિ બાવન હજાર, ખટ સહિ ચાલીસ પ્રતિમા સાર. ૨૩૭૯ પુષ્કરદ્વીપિ એહ વિચાર, માનુષોત્તરિ છે દેહરા ચ્યાર;
ધ્રુવ નંદીશ્વર તિહાં કણી જોય, બાવન દેહરાં તિહાં કણી હોય. ૨૩૮૦ રાજધાની હું સોલ કહેસ, દેહરા સોલ તિહાં પ્રણમેસ; કુંડલદ્વીર્ષિ દેહરા ચ્યાર, ચ્યાર રૂચકદીપિ નિરધાર.
૨૩૮૧ ટિ. ૨૩૭૬.૧ બાર સ્વર્ગ નિ નવ ગ્રંવેક, પંચ અનુત્તર = ઊર્ધ્વલોકમાં પહેલાં બાર દેવલોક,
એની ઉપર નવ ગ્રેવેયિક અને એની ઉપર પાંચ અનુત્તર વિમાન છે. ગ્રેવેયિક શબ્દ “ગ્રીવા” પરથી આવ્યો છે. સમગ્ર લોકસ્વરૂપમાં પુરુષની ગ્રીવા (ડોક)નું જે સ્થાન હોય તે સ્થાને રહેનાર તે ગ્રેવેયિક. સૌથી ટોચે સિદ્ધ શિલા છે. ૨૩૭૬.૨ લાખ..ત્રેવીસ'. આવી જ પંક્તિ તીર્થનંદના સ્તવમાં મળે છે ઃ સહસતાણું તેવીસ સાર, જિનવરભુવન તણો અધિકાર.'