________________
૨૭૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
ત્રિસ્ય ભુવન દેહરાની ભાષ, આઠ કોડિ સતાવન લાખ:
વ્યસે નવ્યાસી જિનપ્રાસાદ, રમણ બિંબ ઘંટાના નાદ. ર૩૮૨ પ્રતિમા તિહાં પન્નર સહિ કોડિ કોડિ બિહિતાલીસ ઉપર જોડિ;
લાખ અઠાવન ત્રીસ હજાર, અહિસી બિંબને કરું જોહાર. ૨૩૮૩ કહી શાસ્વતિ પ્રતિમા જેહ, પૂજી પૂજાવી હોયે તેવ; આગલ પાછલ એણે હારિ, હું અનુમોટું તે સંસારિ. ૨૩૮૪
દાન, શિયળ, તપ અને ભાવ એ ચાર ભેદે કરેલા ધર્મની હું અનુમોદના કરું છું. વળી જીવોને ઉગાર્યા, જિનબિંબોની પ્રતિષ્ઠા કરી, સાધુમહારાજની ભક્તિ કરી, શત્રુંજય, ગિરનાર, આબુ આદિ તીર્થોમાં ફરી યાત્રા કરી, ઋષભદેવને નમીને નિર્મળ થયો. પુસ્તક લખાવ્યાં-સાચવ્યાં, પરોપકાર કર્યો, વિનય-વૈયાવચ્ચ અને ગુરુની ભક્તિની પ્રશંસા કરી. અકબરના અન્યાયને દૂર કર્યો. એવા કપરા સંજોગોમાં ઉપશમભાવ ધારણ કર્યો. જિનવાણીનું શ્રવણ કર્યું.
અરિહંત ભગવાનના ૧૨ ગુણ, સિદ્ધ ભગવાનના ૩૧ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ અને સાધુના ૨૭ ગુણની હું અનુમોદના કરું છું.
ઢંઢણ ઋષિ, દઢપ્રહારી, અરણિકમુનિને નમસ્કાર કરું છું. સનસ્કુમારને યાદ કરું છું. ખંધકમુનિ, કુરગડૂમુનિને, ભરત-બાહુબલિને પ્રણામ કરું છું. બલિભદ્ર, અભયકુમાર, ધન્ના-શાલિભદ્ર, મેઘકુમાર અને ધન્ના કાકંદીને પણ નમસ્કાર કરું છું. આવા સાધુઓ જેમની સાધુતા સત્ય છે તેમની હું અનુમોદના કરું છું. શ્રાવકનાં બાર વ્રતની અનુમોદના કરું છું. તિર્યંચો પણ કેટલાક દેશવિરતિધર હોય છે તેમની અને જે દેવો શાસનની ભક્તિ કરે છે તેમના દેવત્વની હું અનુમોદના કરું છું.
નારકીઓમાં પણ કેટલાક સમ્યકત્વધારી હોય છે તેમની અનુમોદના કરું છું. શેષ જીવોથી પણ જે શુભ કાર્યો થયાં હોય તેમને અનુમોદું છું. વળી દાનરુચિ ગુણ જેમાં છે, તેમજ જે વિનયનો ગુણ રાખે છે, જેઓ અલ્પકષાયી છે, પરોપકારી છે તેમના ભવ્યપણાને અનુમોદું છું. જીવદયા, દાક્ષિણ્ય અને પ્રિયભાષિતાની પણ અનુમોદના કરું છું.
(ઢાલ ૯૦ – એણિ પરિ રાજ્ય કરતા રે એ દેશી) દાન સીઅલ તપ ભાવ રે, હું પણ અનુમોદું;
જંતુ ઉગાર્યા તે વલી એ. ૨૩૮૫૦ બિંબપ્રતિષ્ઠા જેહ રે, સાધુ ભગતિ કરી; યાત્ર કરી તીરથ ફરી એ
૨૩૮૬ શેત્રુંજો ગઢ ગિરનાર રે, આબુગઢ ગયો;
ઋષભ નમિ નિરમલ થયો એ. ૨૩૮૭ પુસ્તક પર ઉપગાર રે, વિનય વૈયાવચ;
ગુરુની ભગતિ પ્રશંસીયે એ. ૨૩૮૮ ટિ. ૨૩૮૫.૨ ભલું એ.