________________
૧૧૭
શ્રી હીરવિજયસૂરિાસ
૯૮૮
કહે સોવનનો કરો પ્રાસાદો રે, ઇંદ્રપુરી સ્યું કરતો વાદો રે; મંત્રીજન વારે ભૂપાળો રે, આગળ પડતો હોસ્થે કાળો રે. કિહાં હવે જૈન તુમ સરિખા રાયો રે, સોવન-પ્રાસાદ રહ્યો કિમ જાયો રે; આરાસણની ઉઘાડો ખાણો રે, સ્વેત સુકોમલ પત્થર આણો . ૯૮૯ રૂપા બરાબર પાસ્યે તેહો રે, વિમલ વિચારે સાચું એહો રે;
કરાઇ કલાઇ આંકી દોરો રે, મિળ્યા પુરુષ સ સબળાં જોરો રે. મંડપ થંભ બનાવ્યા ત્યાંહે રે, સખર કોરણી કીધી માંહે રે; ઘણી પૂતલી તોરણ ત્યાંહિ રે, કરી દેહરડી ફરતી જ્યાંહિ . ૯૯૧ કનકકળસ ધ્વજ દંઢે સોહે હૈ, ત્રિણ ભુવનનું મન મોહે રે;
૯૯૨
૯૯૩
૯૯૪
સબળ કોરણી દીઠી જ્યારે રે, વિમલ શિલાટને ભાખે ત્યારે રે. હવે કાંઈ કોરણી એહમાં થાએ રે, બોલ્યા કારીગર તેણે ઠાએ રે; કોરી ભૂકો આણી દીજે રે, તેહ બરાબર રૂપું લીજે રે. વિમલ કહે તુમ વારૂ દીજે રે, વિવિધ પ્રકારની કોરણી કીજે રે; સબળ કોણી કોરાઇ જ્યારે રે, તોલી રૂપું આપ્યું ત્યારે રે. કહે કળા હવે તુમ કાંઈ ચાલે રે, કરું કોરણી હેમ જો આલે રે; હરખ્યો વિમલ રચના તુમ કીજે રે, ભૂકા બરાબર સોવન દીજે રે. કરે કારીગરી ધરતા પ્રેમો રે, કાઢે ભૂકો તોલી લ્યે હેમો રે; કહે કારીગરી કાંઇ હવે થાએ રે, તામ કારીગર ભાખે નાએ રે. વિમલરાય તવ આનંદ પાવે રે, ઋષભદેવની મૂતિ ભરાવે રે;
૯૯૫
બીજાં બિંબ તિહાં ઘણાં ભરાવે રે, ધર્મઘોષનિ તિહાં બોલાવે રે. ૯૯૭ બિંબપ્રતિષ્ઠા કરતો સારો રે, દાનિ વરસે જિમ જલધારો રે;
દેખી હરખ્યો દશરથરાય રે, વિમલ તણો ભત્રીજો થાય રે. ખોળા પાથરે બે કર જોડી રે, જાણું સોવન આપ્યું કોડી રે; કહો તો કરું હું ગજની શાળા રે, એટલે હુએ મુજ હરખ વિશાળા રે. લેઇ આજ્ઞા ગજ તેશિ કીધા રે, ઋષભદેવ આગળ પ્રસિદ્ધા રે; વિચિમાં કીધો અશ્વ તે એકો રે, વિમલ ચઢાવ્યો ધરી વિવેકો રે. છત્ર ધૂર ભત્રીજો હાથિં રે, ઉભો વિમલ તણે તે સાથિં રે;
વિમલ મનોરથ પૂરા થાય રે, ધન ખરચ્યો તે કહિઓ ન જાય રે. બાવન્ન લાખ પીરોજી કેરાં રે, છૂટાં દોરડાં તિહાં ભલેરાં રે; એ પ્રાસાદ તણા અવદાતો રે, જેણિ નવિ જો હાર્યો ન સુણી વાતો રે. ગર્ભવાસ રહ્યા તે બેસીરે, ધન્ય જિનજુહારે મંદિર પેસી રે; જોતાં ભૂખ ભૂખ્યાની જાય રે, નિરખી કોઈ ન અળગો થાય રે. પા. ૯૯૦.૨ કરીરહિ કલા વૃષભો દોરો રે ૯૯૯.૨ હરખ અપારા ટિ. ૯૯૧.૧ સખર = સુંદર
૯૯૦
૯૯૬
૯૯૮
૯૯૯
૧૦૦૦
૧૦૦૧
૧૦૦૨
૧૦૦૩