________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૪૩
આ રીતે પ્રશંસા કરીને બાદશાહ પૂછે છે, “તમારા શિષ્યો કેટલા છે ?” હીર કહે, “હે બાદશાહ, મારે કેટલાય શિષ્ય છે.” બાદશાહ કહે છે, “મેં સાંભળ્યું છે કે વિદ્યા, રૂપ, ગુણ અને આચારમાં પૂરા એવા બેહજાર શિષ્યો આપના છે.” બાદશાહ પુનઃ પ્રેમથી પૂછે છે, “આપના ખાસ શિષ્ય કોણ છે ?” ત્યારે જે મુખ્ય શિષ્ય હતા તે વિમલહર્ષ વગેરે કહે છે, “અમે બધા તેઓના શિષ્યો છીએ. અને તેઓ અમારા ગુરુ છે. એમની કૃપાથી અમે સિંધુની આગળ બિંદુ જેટલું ભણ્યા છીએ.” પછી બાદશાહ તેઓનાં નામ પૂછે છે ત્યારે વિમલહર્ષ, સિંહવિમલ, ધર્મશી ઋષિ, ગુણસાગરે પોતાનાં નામ કહ્યાં. પછી બાદશાહે હીરસૂરિના ગુરુનું નામ પૂછતાં વિજયદાનસૂરિનું નામ કહેવામાં આવ્યું. મહારાજે કહ્યું કે જેમ કેટલાકનું ઉમરખાન અને કેટલાકનું બેગ ખિતાબવાળું નામ હોય છે તેમ આ છે. ત્યારે દિલ્હીપતિ ખુશ થયો અને કહ્યું કે તમારે જોઈએ તે માગી લો. દેશ, નગર, હાથી, ઘોડા, ધન – જે જોઈએ તે આપું. હર કહે છે અમે કશું જ માગીએ નહીં, પાસે કોડી પણ રાખીએ નહીં. અમે સાધુઓ ખુદાના બંદા છીએ. મિલકત અને સ્ત્રી અમે છોડ્યાં છે.
(દુહા) એણે વચને અકબર હસ્યો, ખુસી થયો મન માંહિ; - હીર પ્રશંસી બોલીઓ, દિલીપતીનર ત્યાંહિ. ૧૨૨૩ (ઢાળ ૪૯ - નાચતી જિનગુણ ગાય મંદોવરી - રાગ ગોડી) તવ દિલીપતિ એણી પરિ બોલ્યો, સુણો તુહ્મ ગુરુ મુનિરાઈ;
સકળ શાસ્ત્ર તણો તું દરીઓ, ભાખો એક ઉપાઈ રે. તવ. ૧૨૨૪ મીન શનીસરી મુજકું લગ્ગી, ઉનસે ડરું અપાર;
જવ તે ગુજ્જર દેસે લાગી, મુઓ મહંમદ તેણી વાર રે. તવ.૧૨૨૫ હુમાઉકુંથી બડી પનોતી, મહોત ઉનુંકા થાવે; | દુરજન જન ક્યું કરે બુરાઈ, હું એ જગમિ કહાવે. તવ. ૧૨૨૬ તે શનિસર મુનિ રાસિ આવે છે, બડી પનોતી લાગે;
તુલ્બ કછુબાત કહો ગુરુ અઈસી, હમથી પાછી ભાગે રે. તવ. ૧૨૨૭ હરમુનિ તવ એણી પરિ બોલે, ખહિર મહિર બહુ કીજે;
ભલા હુઈગા તુમકું ઉસથી, દિલમેં નહુ ડરીજે રે. તવ. ૧૨૨૮ ફરી ફરી બાત કહિ અકબરશા, કછુ મંત્ર કહો ઈનકા;
હીર કહિ ખહિર મહિર કરી, એહી મંત્ર હૈ તિનકા. તવ. ૧૨૨૯ પાતાશાઈ પછે શેખ બોલાવ્યો, કરતિ હરની કરતો;
ભાટપરિ અતિ ઘણું જ વખાણે, સાચ ફકીરી ધરતો રે. તવ. ૧૨૩૦
ટિ. ૧૨૨૬.૧ હુમાઉ = હુમાયુ ૧૨૨૮.૧ ખહિર મહિર = દાન-કૃપા