SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૮૧ દહિન દેઈ વળ્યા પુરજના રે, દેવવંદન દેહ રે હોય રે; નંદીશ્વરે જિમ દેવતા રે, મોછવ કરે સહુ કોય ૨. હિરની૦ ૨૪૭૪ શ્રીફલ અવ્વાણું સહુએ મૂકીઉં રે, જપતાં નિજ ગુરુ હીર રે; તેણે દિન દરસણ આપતો રે, ચમક્યો અકબર મીર રે. હીર૦ ૨૪૭૫ દહિન થયું રે જેણી વાડીયે રે, ઝલ લાગી સહિકાર રે; મોહોર્યારે આંબા તિહાં વાંઝીઆરે, ફલી આવ્યા તે અપારરે. હ૦ ૨૪૭૬ ઘંટા સુઘોષા તિહાં વાજતી રે, વાજે બહુએ નિસાણ રે; દેવ ધસ્યા સહુએ સામટા રે, જિહાં ગુરુ હરનું મસાણ રે. હ૦ ૨૪૭૭ ઠામ ચિતા તણું પૂજીયું રે, બોલે મુખે ગુણગ્રામ રે; નાટિક કરે ભંભા વાજતે રે, હોયે ઉદ્યોત બહુ તામ રે. હ૦ ૨૪૭૮ પાસે ખેત્રે તિહાં નર એક ભલો રે, વાણીઓ નાગર નાત્ય રે; શબ્દ સુણી તે તો જઈ જુએ રે, વાજિંત્ર સુણે બહુ ભાંતિ રે. હ૦ ૨૪૭૯ અતિ અજુઆળું ગાયે દેવતા રે, મેરૂ મસ્તગિ મોચ્છવ જેમ રે; હીર તણું નામ મુખે જપે રે, જિમ હોયે પૂરવ પ્રેમ રે. હ૦ ૨૪૮૦ હીરગુરુના ગુણ સાંભળીને પુરુષ પ્રભાતે પાછો ફર્યો ને નગરમાં બધે વાત કરી. સૌ નગરજનો હરખ પામ્યા. લોકો ત્યાં જોવા ગયા. તો તેમણે આંબા ફળેલા દીઠા. આ અસંભવિત વાત બન્યાના કુતૂહલથી સૌ ધસીને કેરીઓ લે છે. તેમણે અમદાવાદ, પાટણ, ખંભાત આ કેરીઓ મોકલી. બધા માણસો કુતૂહલ પામ્યા. કળિયુગમાં આ અચંબારૂપ હતું. જ્યારે અકબર બાદશાહને બતાવવામાં આવી ત્યારે તે ખૂબ હરખાયો. તે કહે છે : “જગરનું જીવન ધન્ય છે. એમણે જગત ઉપર મહાન ઉપકાર કર્યો. નક્કી તેઓ દેવઅવતાર પામ્યા જેથી એમના નિર્વાણકાળે આંબા ફળ્યા.” તે વખતે અકબર અને શેખ અબુલફઝલ ખરખરો કરે છે. કાળની ઝપટમાં હવે આવા સાધુ પણ ન રહ્યા. તો બીજાની તો શી વાત જ ? જેણે સારી કમાણી કરી તે સંસારનો પાર પામે છે. જેના દિલમાં ખેર, મહેર અને પવિત્રતા નથી તે મનુષ્ય-અવતાર ગુમાવે છે. અકબરે હીરપુરની સ્તુતિ કરી કહ્યું કે “એમણે તો ખાસ કમાઈ કરી, દુનિયામાં નામ રાખ્યું અને ખુદાની પાસે જઈને બેઠા.” જેમ વિક્રમ રાજાએ સિદ્ધસેન દિવાકરસૂરિના જ વચનથી શત્રુંજય ગિરિરાજ માટે બાર ગામ આપ્યાં હતાં તેમ અકબરે અગ્નિસંસ્કારની ભૂમિ ભેટમાં આપી. (ઢાલ ૯૬ - તુંગિઆ ગિરિ શિખર સોહે, દેશી) હીર તણા ગુણ સુયા શ્રવણે, વળ્યો પાછો પુરુષ રે; વાત કરિ પરભાતે નગરે, ધરે પુરજન હરષ રે. હર૦ ૨૪૮૧ પા. ૨૪૮૧.૨ ધરે પુરુષ રે ? ટિ. ૨૪૭૬.૧ ઝલ = ઝાળ (જ્વાલા)
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy