________________
૨૮૦
‘શ્રાવક કવિ ઋષભદાસકૃત
(ઢાલ ૯૪ – આદિનાથ ભમે હો ઘર ઘરિ ગોચરી. એ દેશી) ચિતા રે લગાડી શ્રીગુરુ હીરની રે, સૂકડિ પન્નર મણ ત્યાંહિ;
અગર સુગંધો સખરો આણીઓ રે, પંચ મણ મુંક્યો ચહે માંહિ. ૨૪૬૮ કપૂરકસ્તુરીકેસર આણીઉં રે, ત્રિશ્ય ત્રિય સેર જ તેહ,
શ્રાવકજન સહુ નાણે પૂજતા રે, જબ લગિ દીસતી દેહ. * ૨૪૬૯ ચુઓ સુગંધો સાર તે અગર, તણો વળી રે, બાળ્યો તે સેર પંચ;
બહુ વિધિ દેવી હીરની સંચકારતા રે, જિમ જિનદેહીનો સંચ. ૨૪૭૦ કુંકમવરણી રે દેહી તિહાં દહી રે, સોવન સરીખો શરીર; કિહાં ગયું કમલવદન ચંદા મ્યું રે, નામ રહીઓ જગ હીર. ૨૪૭૧
હીરપુરના દેહના અગ્નિસંસ્કારમાં સાત હજાર લ્યાહારિનો ચઢાવો થયો. એનાથી જાણે સાતેય નરકનો માર્ગ બંધ થઈ ગયો. અર્થાતુ એમાં ભાગ લેનારની કદી નરકગતિ થાય જ નહીં. આખાયે સાગરકાંઠામાં અહિંસા પળાવાઈ; સમુદ્રમાં જાળ નાખવાનું બંધ કરાવ્યું. બાળ-વૃદ્ધ સૌ મુનિઓએ અઠમ (ત્રણ ઉપવાસ) કર્યો.
અગ્નિસંસ્કાર કરીને પાછા વળેલા નગરજનો દહેરે આવી દેવવંદન કરે છે. નંદીશ્વરમાં જેમ દેવતાઓ મહોત્સવ કરે છે તેમ બધા શ્રાવકો શ્રીફળ અખાણું લાવે છે અને હીરગુરુનું નામ જપે છે. તે દિવસે દર્શન આપતો અકબર બાદશાહ પણ ચમકી ઊઠ્યો.
જે વાડીમાં અગ્નિસંસ્કાર થયો અને ઝાળ લાગી હતી તે વાડીના બધા આંબા જે ફળતા નહોતા તે પણ મોહોરી ઊઠ્યા અને તેના ઉપર ફળ આવ્યાં. સુઘોષા ઘંટનાદ અને વાજિંત્રનાદ થયા. દેવતાઓ ત્યાં ધસી આવ્યા. ચિતાસ્થાનની પૂજા કરી, મુખે હીરગુરુના ગુણ ગાવા લાગ્યા. ભંભા વગાડતા તેઓ નાટક કરવા લાગ્યા અને ચારે બાજુએ પ્રકાશ રેલાયો. પાસેના ખેતરમાં એક નાગરજ્ઞાતિનો વણિક હતો તે અવાજ સાંભળીને ત્યાં જઈને જુએ છે તો તેણે વિવિધ વાજિંત્રનાદ સાંભળ્યા. ખૂબ અજવાળું જોયું, અને જેમ મેરુશિખર પર મહોત્સવ થતો હોય એમ દેવતાઓ ત્યાં ગાન કરે છે, અને પૂર્વભવની પ્રીતિ હોય એમ મુખે હરિગુરુનું નામ જપે છે.
(ઢાળ ૯૫ - છાનો રે છપીને કંતા કિહાં રહ્યો રે – દેશી) હીરની રે દેહી સંચકારતાં રે, ત્યાહાર લાગી સાત હજાર રે;
સાતે રે નરગ તણી વાટડી રે, રૂંધે પુરુષ તેણીવાર રે. હીર૮ ૨૪૭૨ અમારિ પલાવી રે આખે કાંઠડે રે, નહીં સાગરમાંહિ જાલ રે;
અઠમ કરી રે સહુ મુનિ બેસતા રે, અન્ન ન જિમે વૃદ્ધબાલ રે. ૨૪૭૩ ટિ. ૨૪૬૮.૧ સૂકડિ = સુખડ ૨૪૬૮.૨ ૨હે = ચિતા ૨૪૭૧.૧ દહી = બળે, ભસ્મીભૂત
થાય ૨૪૭૨.૧ સંચકારતાં = સંસ્કારતાં.