________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
૨૩૪
પુવી નિત્ય નવેરડી, પુરુષ પુરાણો થાય;
વારે લબ્ધ આપણે, નાટિક નાચી જાય. ઢોલ દદમા દડદડી, કેતે ગયે બજાય;
હમ દેખતે જગ ગયો, જગ દેખત હમ જાય. ૨૩૫
(ઢાળ ૧૭ - દેશી ચોપાઈની – રાગ વેરાડી). જાવું સહી ચિંતે મન હીર, અથિર આતમા અને શરીર; .
દેખતાં ચાલ્યાં માયબાપ, નિક્ષે જાવું આપણે આપ. ૨૩૬ ઈમ ચિંતી રહે જિહાં નિજ ભાત, પાટણ પહુચાડી પછે વાત;
વિમલા ઈરાણી બે સતી, હીર બહિની દુખ કરતી અતી. ૨૩૭ દુખ ધરતી દોય આવે ત્યાંહિ, પહાલણપુર નગરી છે જ્યાં હિં;
આવી ઊતર્યા બંધવ ઘરે, દુખ ધરતાં રોઈ બહુ પરે. ૨૩૮ માયતાયનો પડ્યો વિછોહ, હુંતો અમ ઉપર બહુ મોહ;
અંતે ન મળ્યાં જનુની-બાપ, પૂર્વ કર્મનાં ન જાય પાપ. ૨૩૯ અંત સમે જવ કહાનડ થયો, બલિભદ્ર જળ લેવા ગયો;
મોહ ઘણો પણ હુઓ વિયોગ, નવિ જાએ પૂર્વ કર્મના ભોગ. ૨૪૦ મુગતે પુહુતા જિનવર વીર, પાસે નહિં તવ ગૌતમ ધીર;
ધાયો ગૌતમ જિન નવિ મિલે, કર્મવિછોહ ટાળ્યો નવિ ટળે. ૨૪૧ વિછોહ પૂરર્વે પાડ્યા અમો, માયબાપ મિલો કિમ તમો;
ઝૂરી મન વાળે તસ ઠામ, ઘણા દિવસ રહે તેણે ગામ. ૨૪૨ પછે પીટરથી બેઉ સંચરે, હીરકુમારને હાથે ધરે;
તેડી આવ્યાં પાટણ માંહિ, હીરકુમર ઘર રહિયો ત્યાંહિ. ૨૪૩
હીરજી પાટણમાં રહે છે એ વખતે ત્યાં ઉપાશ્રયમાં વિજયદાનસૂરિ મહારાજ વિરાજમાન છે. હીરજી ખેસ રાખી ગૌતમસ્વામી તથા સુધર્મસ્વામી રૂપે કહીને એમને વિધિપૂર્વક વંદન કરે છે. કપૂરથી શ્રતની પૂજા કરે છે.
ઋષભદાસ કવિ કહે છે –
દેવ, ગુરુ, જ્યોતિષી અને રાજા – આ ચારની પાસે ખાલી હાથે જવું નહીં. તેથી કપૂરથી ગુરુની પૂજા કરે છે. નવ અંગે મુદ્રા મૂકે છે અને તેઓનું વ્યાખ્યાન સાંભળે છે.
શ્રી દાનસૂરિ મહારાજ હીરજીની સામે જોઈને નવરસમય વ્યાખ્યાન આપે છે. તે સાંભળવા બેઠેલા હીરજીને જોઈને લાગે છે કે જાણે કોઈ મંત્રી, શેઠ, સેનાપતિ કે રાજા બેઠો હોય. વ્યાખ્યાનમાં ચાર ગતિનાં દુઃખનું વર્ણન કરવામાં આવે છે.
કેવી કારમી વેદના હોય છે નરક ગતિમાં ! ભૂખ, તરસ અને તાપનો તો કોઈ પાર નહીં. પરમાધામીઓ શરીરના કકડેકકડા કરી નાખે. વૈતરણી નદી, શાલ્મલી ટિ. ૨૩૪.૧ નવેરડી = નૂતન, નવી ૨૩૪.૨ વારે લબ્ધ = વારો આવ્ય