________________
૧૪૮
શ્રાવક કવિ અષભદાસકૃત
પર્વ પજુસણ દિન પછે આવે, શ્રાવક કરત વિચાર રે;
અમારિ પળે જો હીર રહિ અહિં, તો હોઈ હરખ અપાર રે. ૧૨૬૫ અમીપાલ દોસી એક શ્રાવક, ગયો પાતશાહ પાર્સિ રે;
નદી નાલા વિચે જઈ તે મલીઓ, બોલ્યો મનહિ ઉલ્હાસે રે. ૧૨૬૬ કરી તસલીમ શ્રીફલ એક મુકી, બોલે તવ પાતશાહિ રે;
હરિ કછુ માંગ્યા હૈ મોષિ, બોલ્યો અમીપાલ શાહ રે. હરિ. ૧૨૬૭ પર્વ પજુસણદિન એ આગલિ, કીજિ જીવરખ્યાય રે;
પંચ દિવસ ઢંઢેરો ફિરે તો, હીર ખુસી બહુ થાય રે. હરિ. ૧૨૬૮ તુરત સુરમાન કરીને દીધું, આવ્યું આગારા માંહિ રે;
લેઈ કોટવાલ ને રાતિ ફરતો, પાપીનાં ઘર જ્યાંહિ રે. હીર. ૧૨૬૯ કોડિ બંધ પ્રાણી ઉગરીઆ, હરનિ દે આસીસ રે;
જયજયકાર હુજોરિખિતુજને, જીવજ્યોકોડિવરીસરે. હીર. ૧૨૭૦ સબળ લાભ લઈને ચાલે, સોરીપુરની યાત્ર રે;
નેમિ જિસેસર તિહાં જુહાર્યા, નિર્મલ કીધું ગાત્ર રે. હરિ. ૧૨૭૧ પછે આગરિ પાછો આવિ, સંઘ સામહીએ જાવે રે; - હીર ગુરુ આવી ગઉર્મિ બદસે, ધર્મકથા જ સુણાવે રે. હરિ. ૧૨૭૨ મીઠી મધુરી જેહની વાણી, બૂઝે ભવિજન પ્રાણી રે;
માનુ કલ્યાણ પ્રતિષ્ઠા કરતો, અથિર ઋદ્ધિ મનિ જાણી રે. હરિ. ૧૨૭૩ કહિ માનૂ મહૂરત ન સધાઈ, પંચમ આરા માંહિ રે;
ખરું તોય ઘન આવી વરસે, જિનવર પ્રતિમા જ્યાંહિ રે. હીર૧૨૭૪ બિંબપ્રતિષ્ઠાનો વરઘોડો, ચઢીઓ જેણી વાર રે;
હય ગય રથ ભંભા બહુ ભેરી, માનવનો નહિ પાર રે. હરિ.૧૨૭૫ ઈદ્રમાલ પહિરી જવ વળીઓ, વૂઠો મેઘ અપાર રે;
ભીજતા સહુ મંદિર આવ્યા, માન્ હરખ અપાર રે. હરિ. ૧૨૭૬ શુદ્ધ મુહૂરત સાધીઉં ગુરુજી, ઘન ગૂઠો બહુ નીર રે;
સકલલોકકહિ ધન ધન માનૂ, મહા ભાયગ ગુરુ હરરે. હીર. ૧૨૭૭ હરિ જિનની મૂરતિ થાપી, શ્રીચિંતામણિ પાસ રે;
સહિસ બદ્ધ સોનઈઆ ખરચ્યા; પુણતી જગની આસ રે. હરિ.૧૨૭૮ ધર્મકામ કરિને હીરો, ફત્તેપુરમાં જાવે રે;
શેખ અબુલફજલ ત્યાંહાં મોટો, દીદાર જામ દેખાવે રે. હીર. ૧૨૭૯
(એકવાર હરિગુરુ અને શેખ ધર્મચર્ચા કરી રહ્યા હતા, ત્યારે દિલ્હીપતિ અકબર ત્યાં આવ્યા. હીરસૂરીંદને જોતાં જ જેમ હેમચંદ્રાચાર્યને જોતાં કુમારપાળ રાજાને જાગ્યો પા. ૧૨૭૪.૧ સંધાઈ