________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૮૭
આસપાસ સચ હર ભલો રે, ખરચી ધનની કોડિ રે;
બિંબપ્રતિષ્ઠા કરાવતો રે, આપે હય વર છોડી રે. હરિ. ૧૬૦૯ તેજા હરખા નર સુંદર રે, કરે પ્રતિષ્ઠા સાર રે;
અજીતનાથ થપાવીઆ રે, ખરચ્યાનો નહિ પાર રે. હરિ. ૧૬૧૦ આબુગઢે ગયા યાતરા રે, વળિ દેવ જુહારી રે;
રાસુલતાન આવી નમે રે, કીધી બહુ મનુહારી રે. હરિ. ૧૯૧૧ અકર અન્યાય મેં ટાળવો, કીજે દેશ અમારી રે;
હીર રહો તુમ સિરોહીમાં રે, આસ ફળે નરનારી રે. હરિ. ૧૯૧૨ પંજો મહિતો પ્રધાન ભલે રે, કરે વીનંતી ત્યાંહિ રે; | વિનય કરી ગુરુ તેડીઆ રે, રાખ્યા સિરોહી માંહિ રે. હરિ. ૧૬૧૩
| (ચોપાઈ) સિરોહીમાં ગુરુ રહીઆ જમેં, નિશ ભરી સુહણું લાધું તમે;
કલમ ચાર ગજ નાંહના જેહ, સુંઢે પુસ્તક ભણતા તેહ. ૧૬૧૪ એહ સુપનનો કર્યો વિચાર, ચેલા સુંદર મળસે ચ્યાર;
અનુકરમે તે સુપન જ ફળે, શાહ શ્રીવંત દસ જણસું મિલે. ૧૬૧૫ નર નારી પુત્રી સુત આાર, બહિન બજેવી ભાણેજ સાર,
દસે જણા ત્યે સંયમ ભાર, સફળ કરે માનવ અવતાર, ૧૬૧૬ પ્યારે પુત્ર નરરત્ન સમાન, વિજયાનંદસૂરિ સુંદર વાન;
પુણ્ય તેહ પટોધર થયો, હર તણે વચને તે રહો. ૧૯૧૭ બીજો ધર્મવિજય પંન્યાસ, અમૃતવિજય પં. જગમાં ખાસ;
મેરુવિજય ગણિ ચોથો ભ્રાત, લાલબાઈ માતાના જાત. ૧૬૧૮ : સહેજશ્રીઆ બેટી સાધવી, રંગઢીયા તે ભગિની હવી;
સાદુંલત્રષિબજેવી જોઈ, ભગતિવિજય ભગિની સુત હોઈ. ૧૬૧૯ વિજયાનંદસૂરિની માય, ત્રિયે નામ તેહનાં કહેવાય;
લાલબાઈ શિણગારદે નામ, લાભસિરી ત્રીજું અભિરામ. ૧૯૨૦ ધારો ધર્મવિજય પંન્યાસ, મેઘો મેરૂવિજય તે ખાસ; | વિજયાનંદ કુંઅરજી નામ, અજો અમૃતવિજય અભિરામ. ૧૯૨૧ કુંઅરજીએ કાઢ્યું અતિ કર્મ, દીપાવ્યો જેણિ જિનધર્મ;
જગ આખો બોલે ગુણગ્રામ, શાહ શ્રીવંતનું રાખ્યું નામ. ૧૬૨૨ શાહ શ્રીવંત નર માંહિ સિંહ, સતાવન મણ ખરચ્યું ઘીય; * વીસ ગામ મળ્યાં ભગતિ જ કીધ, હીર હાથે જિણે સંયમ લીધ. ૧૯૨૩ પા. ૧૬૧૧.૨ કીધા બહુ તે કામે રે ૧૬૧૭.૧ ને મેર (નરરત્નને બદલે) ૧૬૨૩.૨ મનુજ
ભગતિજ