________________
૧૯૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
નવ યૌવન વરસ બત્તીસ રે, જેહની દીસે સબલ જગીસ રે;
ઘરિ નારી સુંદર સારી રે, મૃગનયણી મોહનગારી રે. ૧૬૬૪ ચાલિ પુરુષ તણે અનુસાઈ રે, રૂડી રસવતી નિપાઈ રે;
પ્રીસંતા કાંઈ નીચી થાય રે, ઉભી વિંઝણે ઢોલે વાય રે. ૧૬૬૫ સહિજે નરના ગુણ ગાયે રે, વિનયવંતી નહિ, કષાય રે; - જિનધર્મની રાગી સહાય રે, સત્ય શીલવતી દાતાય રે. ૧૬૬૬ કરે શોભતા સ્ત્રી શિણગાર રે, જાણું ઈદ્રાણી અવતાર રે;
પ્રસવે તે સુંદર બાલ રે, જસ રાજકુમાર ભુપાલ રે. ૧૬૬૭ ઈસી નારી સંઘજી ઘેર રે, તે ભગતિ કરે બહુ પેર રે;
એહવો સંઘજી શ્રાવક જે રે, વાણી હીરની સુણતો તેહ રે. ૧૬૬૮ હીરવચન કહિ ટંકસાલી રે, નર ન જોવે પાછો વાળી રે;
જડપી કરતા નર પાપ રે, કરે બહુ જનને સંતાપ રે. ૧૬૬૯ ધન રમણીનો મોહ લાગો રે, ધર્મધ્યાનથી પાછો ભાગો રે;
આયુ થોડું નિ પાપ ઝાઝુ રે, પરભવ કિમ લહીયે સુખ તાજું રે. ૧૬૭૦ ફરિ ચિહું ગતિ માંહિ જીવ રે, કરિ પાતિગ સોય સદીવ રે;
નરનો ભવ પામીમેં ક્યારે રે, પુન્ય પાખે નરભવ હારે રે. ૧૯૭૧ દોહિલો છે પુણ્યનો યોગ રે, કયહાં પામવી દેહી નિરોગ રે;
કિહાં પંચેદ્રિના ભોગ રે, સુખ સાતાના સંયોગ રે. ૧૯૭૨ સુદ્ધ ગુરુ જગિ મિલવો ક્યાંહિ રે, સુણવાનો નહિ આવે પ્રાંતિ રે;
સુણી આદરે નહિ નર કોઈ રે, આ લોલુંબી નરભવ ખોઈ રે. ૧૯૭૩ સુલભ બોધી નહિ સંસાર રે, તે ધરતા સુદ્ધ વિચાર રે;
જાય આયુ એળે અવતાર રે, કિહાં એક કરસ્યું આતમ સાર રે. ૧૯૭૪ ઉત્તમ મનિ એહવું આણે રે, સંસાર તે કડુઓ જાણે રે;
અઇસી દેસના હીરની થાય રે, બુઝયો સિંહ તે સંઘજી સાહિ રે. ૧૯૭૫ ઘરિ આવ્યો નહિ મન રીસ રે, મહિમંદી કાઢી સહિસ બત્રીસ રે;
શ્રીનિ કહિ તુમ આ લીઓ રે, મુજન તે અનુમતિ દીઓ રે. ૧૬૭૬ જૈન ધર્મ સુણી મન થાય રે, થાશું યોગી ન રહું યાહ્ય રે;
એ તો નાખો ફૂઆમાંહિ રે, દ્રવ્ય તણું મુજ કામ જ નાહી રે. ૧૯૭૭ બોલી ઉત્તમ કુળની નારી રે, પુત્રી છે. તુમ હજુ કુંઆરી રે;
તેહનો વિહવા મલ્યો છે જોય રે, પરણાવી જાઓ સોય રે. ૧૯૭૮ વિનયવતી તુંહ સદાયો રે, બોલ્યો સાહ તે સંઘજી સાહ્યો રે;
ફેરી ઉત્તર કાં મુજ આલે રે, પછિ મન નવિ મારું ચાલે રે. ૧૬૭૯ પા. ૧૬૬૬.૨ આપે નરના પાયરે (જિન...સહાય રે ને બદલે) ટિ. ૧૬૬૫.૧ રસવતી = ૦ ૬૫.૨ પ્રીસંતા = પીરસતાં