________________
શ્રી હીરવિજયસૂરિરાસ
હજારની સાથે સંયમ લીધું. આચાર્યની જેમ તે આગળ ચાલે છે. તેમના વચનથી શેલગપુરમાં શેલગરાજા બોધ પામ્યો. તેણે પાંચસો મંત્રીઓ સાથે દીક્ષા લીધી.
(દુહા)
હીર કહે સુણ બહિનડી, તુમે કહી નરતી વાત; મ્હારી કથા એક સાંભળો, થાવચ્ચા અવદાત.
-
૨૭૮
(ઢાળ ૨૦ સર્ગે સુપન સોજ્યો તે પણ ભાલીઈ રે રાગ મારુણી) પુત્ર થાવચ્ચો બુઝ્યો જિનવાણી સુણી રે, મૂકે બત્રીસે નારી સારી રે; વારી રે થાકી માતા અતિ ઘણું રે.
૨૮૦
૨૮૧
રૂદન કરતી આવી કાંહાન કને રે, તેડ્યો ત્યાંહ કુમાર વારે રે; સારે રે મંદિર રહી સુખ ભોગવો રે. મરણ તણો ભય જો મુજ ટાળો કાંહાનજી રે, તો હું રહું ઘર વાસે વિલતું રે; સ્ત્રીસ્યું રે ભોગ ભલા નિશદિન વળી રે. કૃષ્ણ કહે જિન ઇંદ્ર દેવ ચક્રી હરી રે, મરણે ન મૂક્યા તેહ તુજને રે; મુજને રે અમરપદ કુણ આપસ્યું રે. તો મુજ રાખો કૃષ્ણ કહો શ્યાને વળી રે, કરસ્યું સોય ઉપાય અહિં રે; ક્યાંહિ રે જન્મ જરા મરવું નહિં રે, દ્રઢ ચિત્ત દીઠો કુમર તણો કૃષ્ણે ઘણું રે, તવ નૃપ કરતો ત્યાંહિ ઉચ્છવ રે; મોચ્છવ રે સંયમનો સુપરે વળી રે.
૨૮૩
૨૮૪
સહસ પુરુષ ક્યું સંયમ લેઈને સંચર્યો રે, ચઉદ પૂરવધર હોય ચાલે રે; માહાલે રે આચારજ થઈ આગળે રે. શેલગપુરમાં શેલગરાજા બૂઝવ્યો રે, મંત્રી પંચસય સાથે લેતો રે; ગ્રહેતો રે સંયમ મારગ શુભ પરે રે.
૩૫
-
=
- રીતસરની ૨૮૪.૨ મોચ્છવ = મહોત્સવ
૨૭૯
૨૮૨
૨૮૫
૨૮૬
“જેમ થાવચ્ચાપુત્રે મરણનો ભય મનમાં ધરીને સંયમમાર્ગ સ્વીકાર્યો તેમ હું પણ સંયમ લઉં. મારે પરણવાની તો બાધા છે, સંયમ પ્રત્યે પ્રેમ છે અને સંસારનાં સુખ કડવાં ઝેર છે.”
તે સાંભળી બહેન કહે છે, ‘ભાઈ, સંયમ પાળવો ઘણો મુશ્કેલ છે. ખુલ્લા પગે ચાલવાનું, માથે કેશલોચ કરવાનો, ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડી અને ચોમાસામાં વરસાદનાં કષ્ટો સહન કરવાનાં. બાવીસ પરીષહો સહન કરવાના. ક્રોધાદિ ચાર કષાયોનો ત્યાગ કરવાનો. ઘર ઘર ફરીને આહાર લાવવાનો. પાંચ મહાવ્રતનો ભાર ઉપાડવાનો. તેમજ જીવનપર્યંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું. આ બધું તું કેમ કરીને કરી શકીશ ?”
ટિ. ૨૭૮.૧ નરતી