________________
૩૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
(દુહા) સંયમમારગ આદર્યો, લહી સંસાર અસાર;
મરણ તણો ભય મન ધરી, ચેત્યા તેહ કુમાર. ૨૮૭ તિણ કારણ દીક્ષા ગ્રહું, મુજ પરણેવા નેમ;
સંસારસુખ કપુ સહી, મુજ સંયમર્યે પ્રેમ. ૨૮૮
(ઢાળ ૨૧ - દેશી ચોપાઈની – રાગ મલ્હાર) સુણિ ભગિની વચન કહે વીર, સંયમ દોહિલો છે અતિ હીર;
પગે અણુહાણે મસ્તક લોચવું, ઉષ્ણ કાળે પાળા ચાલવું. ૨૮૯ ચઉમાસે નહિ સુંદર ઠામ, શીતજ કાળે ફરવાં ગામ;
વચ્છ ખમવા પરિસહ બાવીસ, માયા લોભ મદ તજવી રીસ. ૨૯૦ માગી લેવો પર ઘર આહાર, વહિવો પંચ મહાવ્રત ભાર;
પંચ સુમતિ ત્રણ ગુપતિ ધરીશ, જનમ લગૅ એ કેમ કરીશ ? ૨૯૧
કુમાર કહે છે, “બહેન, ચાર ગતિમાં ભમતાં જીવે સંસારમાં અનંતી વેદના ભોગવી છે. આવું જ જાણતો ન હોય તેને સ્વજન ઉપર રાગ થાય પણ જેણે સંસારનું સ્વરૂપ જાણ્યું છે તેના મનમાં તો સમભાવ જ આવે. માતાપિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર અને મિત્ર આ જ ભવમાં જીવને ઘણું દુઃખ આપનાર થાય છે.
બ્રહ્મની પત્ની (બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા) ચુલ્હણી પતિના મૃત્યુ પછી દીર્ઘ પૃષ્ઠ રાજા સાથે સંબંધ રાખે છે. અને પોતાના સુખ માટે લાક્ષાગૃહમાં આગ લગાડી પુત્રની હત્યા કરે છે.
રાજ્યનો તરસ્યો કનકકેતુ રાજા પોતાના છોકરા રાજ્યયોગ્ય ન રહે તેટલા માટે તેમનાં અંગોપાંગ છેદાવી દેતો હતો. વિષયસુખના રાગવાળા ભરત અને બાહુબલિ બન્ને ભાઈઓ હોવા છતાં પરસ્પર યુદ્ધ કર્યું. ઇન્દ્રિયના વિકારથી પરાભવ પામેલી સૂર્યકાન્તા રાણીએ પ્રદેશી રાજાને ઝેર આપ્યું. પોતાને ઘણો વહાલો એવો પુત્ર કોણિક રાજ્યના લોભથી પિતા રાજા શ્રેણિકને કેદખાનામાં પૂરી માર મરાવે છે.
સગા-સગામાં વેર ઉત્પન્ન થાય છે. પરશુરામે ક્ષત્રિયોને હણ્યા અને સુભૂએ બ્રાહ્મણોને હણ્યા.
હે બહેન, સંસારનું આવું સ્વરૂપ છે, માટે તું મોહ કર નહીં. ટિ. ૨૮૮.૧ નેમ = નિયમ ૨૮૯.૨ પગે અણુહાણે = ઉઘાડા પગે ૨૯૧.૧ પંચ મહાવ્રત = (૧) પ્રાણાતિપાતવિરમણ (જીવહિંસા ન કરવી) (૨) મૃષાવાદવિરમણ (જૂઠું ન બોલવું) (૩) અદત્તાદાનવિરમણ (ચોરી ન કરવી) (૪) મૈથુનવિરમણ શિયળપાલન) (૫) પરિગ્રહવિરમણ (ધનધાન્યાદિ પરિગ્રહ ન કરવો) એ પાંચ મહાવ્રત. ૨૯૧.૨ પંચ સુમતિ = (૧) ઈર્યાસમિતિ (૨) ભાષાસમિતિ (૩) એષણાસમિતિ (૪) આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ (૫) પારિષ્ઠાપનિકાસમિતિ – એ પાંચ સમિતિ. ત્રણ ગુતિ = મનગતિ, વચનગુણિ, કાયગતિ.