________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૭૭
સોનો ભોજક રાસ ત્યાં ગાય, ટંકા લાખ પામ્યો તિણિ ઠાય;
કનક કોડિ હવું લુંછણું, પ્રતિમા પરે પૂજાએ ઘણું. ૧૫૨૮ પછે હીર મેડતે સંચરે, ફાગુણ ચોમાસું તિહાં કણિ કરે;
ખાન ખાનને મિલીઆ સહી, સબળ મોહોત આપે ગહગહી. ૧૫૨૯ પૂછવું ખુદા તણું જ સ્વરૂપ, હીર કહે તે અછે અરૂપ;
ખાન કહે પૂજો ક્યું દેવ, પત્થરકી ક્યોં કરતે સેવ. ૧૫૩૦ હીર કહે સુણીએ નર તેહ, બાબા આદમ સરખા દેહ.
કરી કમાઈબિસ્તિ માહિંગયા, તેહના નમુના હિમાંડીઆ. ૧૫૩૧ દેખી યાદ ધણી પણ હોય, ધણી ખુસી આપનો તું જોય;
મેરા નામ નમૂના પૂજે એહ, દેખી નિવાજત ખુદા ભી દેહ. ૧૫૩૨ તુહ્મારા નમૂના કોઈ જન કરે, કેશર ચંદન પુષ્પ શિર ધરે;
તુલ્મ નિવાજો તેહને આજ, ક્યું નહિ તૂસે ધણી મહારાજ. ૧૫૩૩ ખાન કહે પત્થરમેં ખુદા, હૈ કછુ જે તુહ્ય પૂજો સદા; ( જગતગુરુ તવ બોલ્યો તહિં, કિતેબ માંહિ ખુદા પણ તહિં. ૧૫૩૪ તેહની અદબ રખે સહુ કોઈ, કરિ તસલીમ શિર ધરતે સોય;
સોગંદ ન ખાવે ઉસકી કોય, હિંદુ મુસલમાન ખાને સોય. ૧૫૩૫ મુખકા ઘૂંક ન લગાડે કોઈ, ધરે પાય તે દોઝખ હોય;
ખુદા ન દીસે કિતેબમેં કદા, દેખતે યાદ આવે તે સદા. ૧૫૩૬ મહેજતમેં હુ ખુદાકો ઠામ, તહાં ન કરે કોઈ માઠું કામ;
ખુદા તો બેઠો બિસ્તિ પૂરી, યાદ આવે ઈસ ઠોરી કરી. ૧૫૩૭ ખુસી થયો તવ મિરજાં ખાન, સાચું અકબર શાહનું જ્ઞાન;
જેણે માન્યો જગગુરુ હીર, દીસે જ્ઞાની અવલ ફકીર. ૧૫૩૮ માગો હર દમડા કછુ ગામ, હર કહે નહિ તેહનું કામ;
અઢાર બોલ પાળે જે યતી, નહિંતર ગૃહસ્ત કહું તસ યતી. ૧૫૩૯ હિંસા જૂઠ ચોરી નવિ કરે, અબ્રહ્મપણું તે નવિ આદરે;
પરિગ્રહ દમડી હાથ ન ધરે, નિશા સમે ભોજન નવિ કરે. ૧૫૪૦ પૃથ્વી પાણી તેલ વાય, વનસ્પતિ છઠ્ઠી ત્રસકાય;
એહને દુઃખ ન કીજે કહિ, રાજપિંડ અકલ્પિત તહિં. ૧૫૪૧ કંસાદિક ભાજનિ નવિ ખાય, પલ્લંગ માંચીએ ન દીએ પાય;
ગૃહી ઘરે બેસવું અસાર, ન કરું સ્નાન અને શિણગાર.૧૫૪૨ પા. ૧૫૩૨.૧ આપણા ૧૫૩૭.૧ સસીતમઈ રામ ગોહરનો ઠામ ૧૫૩૮.૧ તણું જ્ઞાન
૧પ૩૯.૨ તસ થતી ટિ. ૧૫૨૯.૨ મોહોત = મહત્ત્વ ૧૫૩૩.૨ નિવાજો = વધાવો, ભેટ આપો