________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૮૯
છૂટે નહિં તોહે નર જર્સિ, કારણ એક હવે નર તમેં
ઠંડિલ નવિ પડિલેહ્યાં કેણિ, હીરવિજયસૂરી ખીજ્યા તિણિ. ૧૯૩૯ વાંહણે આંબિલ કરજો સહુ, હવે મ ચૂકસ્યો મુનિવર કહું;
હરવચન શિર ઉપર ધરે, મુનિવર સહુએ આંબિલ કરે. ૧૬૪૦ માંડલિ પોહોતા જગગુરુ હીર, લેઈ અન્ન ને માગ્યું નીર;
સકલ સાધ કરે વીનતી, તુહ્ય આંબિલ સ્યાનું ગછપતી. ૧૬૪૧ હર કહે માહરે માતરું, અપડિલેહ્ય પૂઠવ્યું ખરું;
તો મુજ આંબિલ ન આવે કેમ, હીરવિજયસૂરિ બોલ્યા એમ. ૧૯૪૨ હરે આંબિલ કીધું જામ, એસી આંબિલ તૂ તામ;
તેણી જ રાતે છૂટા સાઉલા, છુટા નર તે શ્રાવક સાચલા. ૧૬૪૩ પુણ્યવંત જસ લોઅણ કરે, હરવિજયસૂરિની પરે;
ગુરુમહિમા વાધ્યો તિહાં સાર, હીરે કીધો પછી વિહાર. ૧૬૪૪ સિરોહીથી ગુરુ સંચરે, પાટણ માંહિ ચોમાસું કરે;
પાછલથી આવે ફરમાન, છ માસ જંતુ અભયદાન. ૧૬૪૫ શાંતિચંદ મુનિવર ત્યાં સાર, કથાકોશ કર્યો ગ્રંથ અપાર;
સંભલાવ્યો અકબરશા તણે, બુઝવ્યો વચન સુધારસ ઘણે. ૧૯૪૬ દયાધર્મ વશ્યો મન માહિ, હુકમ હવો અકબરનો ત્યાંહિ
જનમ માસ પાલેવો સહી, આદિત્યનો દિન વાર્યો તહિં. ૧૯૪૭ સંક્રાતિ અને નવરોજ હજોય, યા દિન જીવ ન મારે કોય;
કારણ સોય કહું તે સુણો, આવ્યો દહાડો ઈદ જ તણો. ૧૬૪૮ શાંતિચંદ ગયો શાહા કને, આંથી વિદાય કરો તલ્મ મને;
કાલિ જીવ મરે લક્ષ કોડિ, અહિં રહેતાં અહ્મ લાગે ખોડિ. ૧૬૪૯ કિતબ તુહ્મારામાં તુમ જોય, જારે રોજા પૂરા હોય;
જબ રોટિ નિ ભાજી ખાય, રોજા તોહ કબુલ લિખાય. ૧૯૫૦ દયાવંત નર અકબર સાહિ, અબુલફજલ તેડ્યો તેણિ ઠાય; *
સકલ ઉંબરા મેલી કરી, વાંચે કિતેબ તિહાં દિલ ધરી. ૧૯૫૧ રોજે પૂરે હોયે જબી, જબ ભાજીમ્યું ખાઈએ તબી;
કબૂલ રોજે તો સહી હોઈ, ખેર મહિર ધરે દિલ સોઈ. ૧૯૫૨ અસ્યા બોલ સુણી સુલતાન, ઉંબરા સહુ કીધા સાવધાન;
લાહોર માંહિ ફેર્યો ઢઢેર, કોઈ ન મારે જીવ સબેર. ૧૯૫૩ કોડિ બંધ છૂટા બોકડા, મુંકાણા ગાડર કૂકડા;
મુગલ ઘરિ પેસે વાણીઆ, છોડાવ્યા અધ લખ્ય પ્રાણીઆ. ૧૬૫૪ ટિ. ૧૬૩૯.૨ પડિલેહ્યાં = પ્રતિલેખના કરવી, સૂક્ષ્મ નિરીક્ષણ કરવું ૧૬૫૦.૧ કિતેબ =
કિતાબ, ધર્મગ્રંથ ૧૬૫૩.૨ સબેર = સવારે