________________
૨૮૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
નયણે નીર માટે નહિ, મુખ નવિ માટે તે સાસ રે;
તાહારી સેવા વિન હીરજી ! સો મૃત્યુલોકનો વાસ રે. છે) ૨૫૧૬ જેણે તરૂઅરે આવી કરી, પૂરતા પંખી આવાસ રે;
તે તરૂ દૈવે ઉન્મેલીઓ, દયા ન દેખું તાસ રે. છે ૨૫૧૭ વિધાત્રાયે રે વિરઉં કરિઉં, ત્રોડી બહુની આસ રે;
બહુ મિલવાને રે અલજ્યા, હીરને હીરનો દાસ રે. . ૨૫૧૮ કરે રૂદન ગુરુરાગીઓ, દીધી વિષ તે વેલી રે;
હીરજી હંસલો તે ઉડીઓ, માનસરોવર મેલ્ડિ રે. છેહO ૨૫૧૯ કલ્પદ્રુમ રે કહો કિહાં ગયો, દીસે ન દખ્યણાવંત શંખ રે;
કિહાં ગયો પુરુષો રે હેમનો, મુખ દેખત હુએ ધંખ રે. છે૦૨૫૨૦ મોહણવેલી રે સૂકી સહી, ન દીસે ત્રિભુવન-સૂર રે;
ધોરી ધર્મ રે મુંકીતો, હું હતો પુણ્યનો અંકૂર રે. છેહ૦ ૨૫૨૧ ત્રિભોવનનાયક હીરજી, મેરૂ ગિરિ પરે ધીરે રે,
ઉપગારી જસ મેઘલો, શર્લિ ગંગાનું નીર રે. છેલ0 ૨૫૨૨ તું સહી સાયર સિદ્ધાંતનો, તું જિનશાસનચંદ રે;
રયણચિંતામણિ તું સહી, તું જગ સુરતરુ કંદ રે. છેહ૦ ૨૫૨૩ નિજ ગુરુ મોહેં જેસિંગજી, ન કરે આહાર વખાણ રે; ચોથે દિવસે રે સંઘ મળ્યો, વારે પંડિત જાણ રે. છેહ૦ ૨૫૨૪
“હીરગર સ્વર્ગે પધાર્યા. આ રીતે અનંત અનંત કોડ આત્માઓ અહીંથી જશે. કોઈ અહીં રહ્યું નથી કે રહેશે પણ નહીં. જગતની આ જ તો મોટી ખોડ છે. આપણા પહેલાં કેટલાયે ગયા, આપણે પણ જવાના છીએ, અને આપણી પાછળ પછીની પેઢી પણ. પૃથ્વી નિત્ય નવી છે. પુરુષો જૂના થાય છે. પોતપોતાનો વારો આવ્યે અહીં નાટક કરી વિદાય લે છે. અહીં રાવણ પણ ગયો ને એની ઋદ્ધિ પણ ગઈ. પાંચ પાંડવો પણ ગયા. પાછળ કેવળ એમની ભલાઈ અને પ્રતિષ્ઠા રહી ગઈ. ખોબામાંથી નીકળતું પાણી જેમ દેખાતું નથી, તેમ પ્રયત્ન કરવા છતાં પ્રાણ ટકતા નથી. જે માર્ગે આખું જગત જાય છે તે મરણનો વળી ભય કેવો ? જેને મનનો મેળ નથી અને ધર્મનું ભાથું બાંધ્યું નથી તે કારણથી માણસ (મરણથી) ડોલી – ડરી જાય છે. જેણે સુપાત્રે ધન કર્યું છે, માથે જિનેશ્વરની આજ્ઞા ચડાવી છે તેવાને જ્યાં જીવે ત્યાં આનંદ જ છે અને મરે તો તેનું કલ્યાણ છે. હરિગુરુને તો ઘણું કલ્યાણ છે. જ્યાં જાય ત્યાં એમને ઋદ્ધિ છે. માટે તમે શોક દૂર કરો. તમ જેવાને અમારે સમજાવવા પડે તે યોગ્ય નથી. તમારા જેવા જો દુઃખ ધારણ કરે તો બીજા કોણ એનું નિવારણ કરે ? તમે તો જગના ઢાંકણ છો. તમને વળી કોણ ઢાંકે ? પા. ૨૫૧૭ કડી નથી. ૨૫૧૮.૧ બેહુની ૨૫૧૮.૨ બેહુ ૨૫૨૦.૨ પરસો રે હેમનો. ટિ. ૨૫૨૨.૨ શર્લિ = ચારિત્રમાં.