SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૮૭ વીર પ્રભુના નિર્વાણ પછી જેમ સુધર્મસ્વામીએ તેમ હીરગુરુ જતાં હવે તમે દઢ થઈને ગચ્છ સંભાળો. તમારું તો આ પરમ ભાગ્ય છે. સૌ મુનિગણ પણ એમ કહે છે કે “તમે જ અમારા “હીર” છો. (ઉદ્યાનમાં) ફળસહિતનું વૃક્ષ ઊગ્યું અને બધા મુનિવરો રૂપી પોપટ હર્ષ પામ્યા. જેસિંગજી રૂપી સૂર્ય ઊગ્યો અને ભવિકજનરૂપી પંકજ વિકસિત થયાં. યાચકરૂપી મધુકરો તમારી કીર્તિ કરે છે.” સાધુઓનાં વચન સાંભળીને જેસિંગ વિજયસેનસૂરિ) વિચાર કરે છે કે ગુરુજીએ પૂરેપૂરી ધર્મઆરાધના કરીને શાસનનો રંગ રાખ્યો છે. આજીવન વિશુદ્ધ રહી પરોપકાર કર્યો છે. અંતે અનશન કર્યું અને બધા આંબા અકાળે ફળ્યા. પહેલાં એક ઘંટ વાગ્યો. પછી સાત સુઘોષા ઘંટ વાગ્યા. પછી દેવતાઓ તેડવા આવ્યા ને હરિગુરુ સુરલોકમાં ગયા. ઋષભદેવ અને રામની જેમ આવા આવા પુરુષો કદી મરતા નથી. અસંખ્ય કાળ વહી જવા છતાં આખું જગત એમને યાદ કરે છે. એ જ રીતે હીરગુરુનું નામ અમર છે જેમણે જૈન ધર્મને પ્રસિદ્ધ કર્યો. એમ પોતાની જાતને શીખ આપીને એમણે મનને વાળ્યું – શાંત કર્યું. ચોથે દિવસે એમણે વ્યાખ્યાન કર્યુંથોડો આહાર લીધો. મુનિવરની મંડળી ભેગી થઈને હરિગુરુના ગુણ ગાય છે. અનુક્રમે વિહાર કરતાં કરતાં ઉના આવ્યા. ત્યાં થંભમાં ગુરુનાં પગલાંને પ્રેમથી પ્રણામ કરે છે. પછી ધીરજ ધરી ગચ્છની સારસંભાળ કરે છે. ગુરુનો આ ઉત્સાહ જોઈને બધા સાધુઓ આનંદ પામે છે. પર્વતની જેમ તમારું આયુષ્ય હજો, પ્રતિદિન તમારો પ્રતાપ વધજો, સકલ સાધુગણ અને શ્રાવકજનો વિજયસેનસૂરિનો જાપ જપે છે. અર્થાત્ તેમનાં ભક્તિ-બહુમાન કરે છે. - આ રીતે હીરગુરુની પાટે જેસિંગજી વિજયસેનસૂરિ) થયા. જેમણે દિલ્હીપતિ બળવાન અકબરશાહને બોધ પમાડ્યો. જેમણે અનેક વાદીઓને જીત્યા. અકબરશાહ આ જોઈને ઘણા ખુશ થયા. અકબરશાહ કહે છે, “આ હીરગુરના સાચા શિષ્ય છે. રોહણાચલમાં જે પેદા થાય તે (મણિ જ હોય), કાચ ન હોય. જગદ્ગુરુના આ શિષ્ય ખૂબ ખૂબ ગુણવાળા છે તેથી બાદશાહ એમને “સૂરિ સવાઈ' તરીકે નવાજે છે. કવિ ઋષભદાસ કહે છે જે પિતાનું નામ રાખે એ જ પુત્ર ભલા – સાચા છે; જેમ આદીશ્વરના કુળમાં ભરતરાજાએ નામ ઉજાળ્યું. વસુદેવના કુળમાં વાસુદેવ (કૃષ્ણ), દશરથના કુળમાં રામ, પાંડુરાજાના કુળમાં પાંડવો – આ સૌએ ઉત્તમ કામો કર્યા. આ દાંતથી એ જાણજો કે તે શિષ્ય છે જે પોતાના ગુરુની પ્રતિષ્ઠા વધારે છે. બ્રાહ્મણકુળના ગૌતમે મહાવીરવાણીને અજવાળી તો તેમના ગુણ પણ વિસ્તર્યા, અને સૌ પ્રભાતે એમનું નામ જપે છે. એ રીતે વિજયસેનસૂરિએ હીરગુરુનાં વચનને દીપાવ્યાં, ગચ્છને વધાર્યો અને હરિગુરુની ખોટ સાલવા દીધી નહીં – જાણે હીર ગયા જ નથી એમ અનુભવાયું. એમણે ઘણી પ્રતિષ્ઠા કરાવી, ઘણાં જિનબિંબો ભરાવ્યાં, મોટાં જિનમંદિરો કરાવ્યાં અને ગચ્છ બહુ વિસ્તારવાળો થયો.
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy