SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૮૫ મને જો પાસે રાખ્યો હોત તો હું કંઈ તમને વળગીને સાથે આવત નહિ. મેં હંમેશાં તમારી સેવા કરી છે, પણ અંત સમયે પાસે રહ્યો નહીં. સુંદર ભોજન વણસાડી દીધું ને પાતળી છાશ જ પીરસી. વિમલહર્ષ વાચક અને સોમવિજય ઉપાધ્યાય પણ કેવા કે તેમણે મને આવો કોઈ પત્ર લખ્યો નહીં, નહિતર હું ઉતાવળે દોડી આવત.” આંખે નીર સમાતાં નથી. મુખે શ્વાસ માતો નથી. કહે છે, “હે હરિગુરુ, તમારી સેવા વિના હવે આ મૃત્યુલોકનો વાસ શા કામનો ? જે વૃક્ષ ઉપર પંખીઓ આવીને વસતાં હતાં તે વૃક્ષને દેવે ઉચ્છેદી નાખ્યું. તેને દયા આવી નહીં. વિધાતાએ આ કેવું વિપરીત કર્યું ? ઘણાની આશા એણે તોડી નાખી. હીરગુરુના આ દાસને હીરને મળવાની ઘણી અભિલાષા હતી પણ એમ ન થયું.” ગુરુરાગી એવા તે રુદન કરે છે ને કહે છે “(અમૃતવેલ લઈ લીધી) વિષવેલ આપી. હીરજી રૂપી હંસલો માનસરોવર છોડીને ઊડી ગયો. મને કહો કે કલ્પવૃક્ષ ક્યાં ગયું ? અને દક્ષિણાવર્ત શંખ ક્યાં છે ? જેનું મુખ જોવાની ધખના થાય એવો સુવર્ણપુરુષ ક્યાં ગયો ? મોહનવેલિ સુકાઈ ગઈ. ત્રિભુવનનો સૂર્ય દેખાતો નથી. તમે ધર્મના ધોરી હતા, પુણ્યના અંકુર હતા. હે ત્રિભુવનનાયક હીરજી, તમે મેરુ પર્વત જેવા ધીર હતા, મેઘ જેવા ઉપકારી હતા, ગંગાના નીર જેવા પવિત્ર શીલવાળા હતા, તમે સિદ્ધાંતના (તત્ત્વના) સમુદ્ર હતા, જિનશાસનનો ચંદ્ર હતા, રત્નચિંતામણિ હતા, અને જગતમાં સુરતરુના કંદ સમા હતા.” ' પોતાના ગુરુ પ્રત્યેના રાગથી જેસિંગજી વિજયસેનસૂરિ) નથી આહાર કરતા, નથી વ્યાખ્યાન આપતા. ચોથે દિવસે સંઘ ભેગો થઈને તેમને સમજાવે છે. (ઢાલ ૯૯ - રામ ભણે હરિ ઊઠીયે – એ દેશી) છેહ ન દીજે ગુરુ હીરજી ! સુણતાં લાગી તે લહેર રે; ચેતન વળ્યું તવ બોલીઆ, કાંયે ન કરી હીર મહિર રે ! છેહ૦ ૨૫૧૦ ખિણિ બેસે ખિણિ સુએ સહી, સુખ નહિ સાધશરીર રે; કુણને વાંદુ હવે જઈ કરી, કુણને કહું ગુરુ હીર રે ? છેહ૦૨૫૧૧ તુલ્મ ઉતાવળ સ્યુ કરી, પડખ્યા નહિ દિન સાત રે; કહ્યા સંદેશા તુબંને અકબરે, તે કુણને કહું વાત રે. છેલ૦ ૨૫૧૨ દોહિલિ ચાલી હું આવીઓ, મસકતિ નાવિ મુજ હાથે રે; એણિ સમે પાસે મુજ રાખતાં, વળગિ નાવત સાથે રે ! છેહ૦ ૨૫૧૩ સદા તુમ્ભારી રે સેવા કરી, પણ અંતે નહિ પાસે રે; ભોજન સાર વણસાડીઉં, પ્રીસ પાતલી છાસિ રે. છેહ૦ ૨૫૧૪ વિમલહર્ષ રે વાચક વડો, સોમવિજય ઉવઝાય રે; લેખ અસ્યો રે તેણે નવિ લખ્યો, આવું ઉતાવળો ધાય રે. છે) ૨૫૧૫ પા. ૨૫૧૪.૨ પ્રીસી ટિ. ૨૫૧૩.૧ મસકતિ = પરિશ્રમ, કષ્ટ (અ. મશત) ૨૫૧૪.૨ પ્રીસ = પીરસી.
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy