________________
૨૮૪
- શ્રાવક કવિ ઋષભદાસકૃત
જ હીરગુરુના નિર્વાણના સમાચાર સાંભળ્યા.
(ઢાલ ૯૮ - અતિ દુઃખ દેખી કામિની. રાગ કેદારો) હીર વાવ્યું હીરનાથી, હીર પોહોતો સ્વર્ગ સુજાણ;
દિન પન્નર પંઠિ આવીઓ, પંડિત પોઢો રે ઉવઝાય કલ્યાણ. સોભાગી હીર ! એમ નવિ દીજે રે છેડ, ટેક0
અલગા કીધા રે, અહ્મકો નિરગુણ લઈએ. સોભાગી, ૨૪૯૯ દુઃખ ધરી રોવે વલવલે રે, મુકીઓ બાલ નિરાસ;
તુહ્મ છતાં સુખ આહિં ઈદ્રનાં રે, સું પૂર્યો રે સ્વર્ગમાં વાસ. સો૦ ૨૫૦૦ સ્વર્ગનાં સુખ છે સ્યાં રે, વળી કિહાં વિબુધ મુનિનો વૃંદ;
કિહાં દેવી મધુરી દેશના રે, કિહાં અકબર સરીખા નરિંદ. સો૦ ૨૫૦૧ ઈદ્ર જન્મ્યા શ્રાવક તિહાં નહિ રે, કોહોનિ કરાવસ્યો પચખાણ;
અહિં જગતજનને તારતા રે, ઉગારતા રે જંતુના પ્રાણ. સો૦ ૨૫૦૨ એમ વચન કહિ ગુરુરાગે પછે, વારે મુનિજનવૃંદ;
કરી અજુઆલું ગગને ગયો, દુઃખ મ ધરો રે તેહ સૂવિંદ ! સો૦ ૨૫૦૩ કરી દુઃખ તિહાં મન વાળતો રે, પછિ વંદે ઘૂમે પાય;
લોચને જળ ચાલે ઘણું રે, સ્વર્ગે પોહોતો રે શ્રીગુરુરાય. સો૦ ૨૫૦૪ દહ દિશિ કાગળ મોકલ્યા રે, દલ્હી આગરા ભંભેર;
હડતાલ જીવ અમારિના વલી રે, ફરતા હો દેસદેસે ઢંઢેર. સો૦ ૨૫૦૫ ભાદ્રવા વદિ દિન છઠનો રે, તવ સુણે પાટણ માંહિ;
દેવવંદન અગાણા ધરે રે, શોક કરતા રે શ્રાવકજન ત્યાંહિ. સો૦ ૨૫૦૬ એણે સમે જેસિંગ આવીઓ રે, બૂજવી અકબરશાહ;
ધર્મરાજા જિમ લક્ષણાવતીને રે, પ્રતિબોધ્યો રે બપ્પભટ્ટસૂરિરાય. ર૫૦૭ તિમ સાહ અકબર બુજવ્યો રે, કર્યા ફરી ફરમાન;
શેત્રુજાદાણને જીજીઓ રે,ખટ મહિનારે જીવને અભયદાન. સો૦ ૨૫૦૮ લહી દુઃખ શ્રીગુર હીરનું રે, તે ચાલે જિમ જલ વાહણ; પાટણ માંહિ ગુરુ આવી આ રે, સુર્યું હીર રે તામ નિર્વાણ. સો૦ ૨૫૦૯
આ સમાચાર સાંભળતાં જ તેમને મૂર્છા આવી ગઈ. જ્યારે ભાન આવ્યું ત્યારે બોલ્યા, હે ગુરુજી, આમ છેહ ન ઘો. અમારા ઉપર તમે મહેર કેમ ન કરી ?’ ક્ષણમાં બેસે છે, ક્ષણમાં સરકે છે. શરીરને જરાય ચેન પડતું નથી. કહે છે હવે કોને જઈને વંદન કરું ? કોને હીરગુરુ કહીને સંબોધું ? તમે આવી ઉતાવળ શાને કરી ? સાત દિવસ પણ પ્રતીક્ષા કરી નહીં ! તમને અકબરે સંદેશો કહ્યો છે તે હવે કોને કહું ? ઉતાવળે ચાલીને હું આવ્યો પણ પરિશ્રમ ફળ્યો નહીં – લેખે લાગ્યો નહીં. આ સમયે પા. ૨૫૦૧.૧ ઈસ્યાં રે ૨૫૦૭.૨ લક્ષણાવતીનો રે ૨૫૦૮.૧ ફેરવી (ફરીને સ્થાને).