SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત ૧૦૧૯ અસ્યાં કામ કરી જે વહ્યા, તેર્ણિ પ્રાસાદિં હીર તે ગયા; નેમિનાથનેં જુહારી કરી, ભીમ ભુવને આવ્યા પરવરી. ૧૦૧૮ એકસો આઠ મણ પીતલ તણી, ૠષભદેવની પ્રતિમા સુણી; પરિકર સહિત સુંદર આકાર, જુહારી સફળ કર્યો અવતાર. ચોમુખ જુહાર્યો જિનવર તણો, ત્રણ્ય ખંડ તે ઊંચો ઘણો; ધન ખરચે મેહિંતો ચાંપસી, સ્વર્ગભુવને કીર્તિ ગઈ ધસી. પછે ચઢ્યા અચલગઢ જ્યાંહિ, ચ્યાર પ્રાસાદ જિનવરના ત્યાંહિ; ત્યાંહાં સારણેશ્વર દેહરૂં અછે, સોવન મૂરતિ દીઠી પછે.૧૦૨૧ વૃષભ એક ત્યાં પીતલ તણો, સરોવર એક તિહાં નર સુણો; એક પોસાળ છે મુનિવર તણી, આગળ રચના દીસે ઘણી. ૧૦૨૨ સહસ બદ્ધ પગથી ચઢે, છેડે ટુર્કિ નર જઇ અડે; ૧૦૨૦ ૧૨૦ ચોમુખે ઇંદ્રભુવનનું માન, કરતા તે સહસા સુલતાન. પીતલ હેમમઈ પ્રતિમા ચ્યાર, એકેક એસી મણની સાર; સૂર્ય જ્યોતિ તે આગળ ટળે, જુહારી હીર તે પાછા વળે. બહુ રચના ગઢ ઉપરિ જોય, શ્રી માતાનું મંદિર હોય; રીસીઓ વાલ્હિમ આણ્યો વ્યાજ, તેણે બાંધી બારે પાજ. બાર ગામનો ઉપરિ વાસ, અર્બુદાદેવી મંદિર ખાસ; વન ચાંપા ને આંબા બહુ, કહી ન જાએ રચના સહુ. જુહારી દેવ વળ્યા ઋષિરાય, સીરોહી નગરીમાં જાય; રાય સુલતાન સાંહમા આવેહ, પાળો થઈને ગુરુ વાંદેહ. સામહીઉં આડંબર કરે, નગરી માંહિ લેઇ સંચરે; ઋષભ દેવના પ્રણમી પાય, ઉપાસરે કહે ધર્મકથાય. ૧૦૨૩ ૧૦૨૪ ૧૦૨૫ ૧૦૨૬ ૧૦૨૭ ૧૦૨૮ સાધુના આચારનું વર્ણન કરતાં હીરગુરુ કહે છે કે, “દશવૈકાલિકનું પાંચમું અધ્યયન પિંડેસણા છે. તેમાં સાધુની ભિક્ષાનો વિધિ બતાવ્યો છે. ભિક્ષાકાળે સાધુ ગૃહસ્થના ઘેર જઈ આહાર ગ્રહણ કરે, આહાર ઉપર મૂર્છા ન રાખે, ગામ-નગરમાં ગોચરીએ જાય ત્યારે હળવા માર્ગે જાય. ગાડાની ધૂંસરી હોય તેના પ્રમાણ જોઈને ચાલે. વનસ્પતિ તથા સચિત્ત માટીને વર્ષે. કીડા-મકોડા હોય તો તે જોઈને ચાલે. રસ્તામાં ખીલો, ખાડો, કચરો, લાકડું કે ઈંટ વગેરે હોય ત્યાં છતે રસ્તે ચાલે નહીં. જ્યાં વેશ્યાવાડો હોય ત્યાં ન ચાલે. એના પરિચયથી શિયળ રહેતું નથી. વળી સાધુ રસ્તે ચાલતાં કૂતરું, વિયાયેલી ગાય, સાંઢ, સહ્યાણ, ગજબાળ વગેરેથી ચેતીને ચાલે. કજિયો-લડાઈ વર્ષે, ઊંચું ન જુએ તેમ નીચું પણ ન જુએ, હરખાતાં હરખાતાં કે આકુળવ્યાકુળ થતા ન ચાલે પણ ઇન્દ્રિયને વશમાં રાખીને ચાલે. કૂદકા મારતા કે વિક્થા-હાસ્ય કરતા ન ચાલે પણ એને ત્યજે. વળી સ્ત્રી, ખાતરનું ગાડું, ગોખ, દ્વાર, પનિહારી તથા રાજભવનને જુએ નહીં. મંત્રી, કોટવાળ
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy