________________
૨૦૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
૧૮૦૫
હિર કહે સુણિયે નર તેહ, ત્રષભ પેગંબર પહેલો જેહ;
ધનુષ પાંચસે તેહની દેહ, દૂજાની ઘટતી ગઈ છે. લંછન વા વર્ષમાં ફેર, રાહ એક જુદા નહિ સેર;
ઉવલ અંબર ૨ષભે કહ્યા, માન પ્રમાણે તે પણિ લહ્યા. ૧૮૦૬ વ્રત પાંચ કહ્યાં છે તહિં, હિંસા જૂઠ ચોરી તે નહિ;
જોર માલથી અલગ રહે, સકલ પેગંબર એમ તે કહે. ૧૮૦૭ પહિલા છેહલાનો જે રાહ, કેટલોએક એક જ કહેવાય;
બાવીસ પેગંબર વિચમાં હુઆ, કેતા બોલ તેણે ભાખ્યા જૂઓ.૧૮૦૮ પંચ વરણ ચીવર તે ધરે, માન પ્રમાણ તિહાં નવિ કરે;
વ્રત ચ્યાર જ પ્રગત્યા થતી, તેહને દોષ ન લાગે રતી. ૧૮૦૯ વક્ર જડા છે વીરના યતી, પૂરું પાલી અહ્યો ન સકું અતી;
કાંઈક પાલું છું સુણ મીર, પહેલાના તે અવલ ફકીર. ૧૮૧૦ પહિલો પેગંબર ઋષભ જે કહ્યો, કાલ અસંખ્યા તેહને થયો;
વિરને વરસ હજાર બે થાય, અહ્મો કરું છું તેહનો રાહ. ૧૮૧૧ આજમખાન તવ બોલ્યો ફરી, ભલી વાત ગુરુ એ તુલ્મ કરી;
ઔર બાત પૂછું તુહ્મ જોય, યતી હુએ કેતે દિન હોય. ૧૮૧૨ બોલ્યો તામ જગત ગુર હિર, બાવન વરસ થયાં હુઆ ફકીર; *
આજમખાન ફરી બોલ્યો ત્યાંહિ, કછુ તુમ પાયા દુનિયા માંહિય ૧૮૧૩ હીર કહે સુણ આજમખાન, મૂએ બિગર નહિ બિહિતના સ્થાન;
ખુદા ન આવે કહીયે આંહી, ક્યા પાઇએ તો દુનિઆ માંહી. ૧૮૧૪ મુલક માલ ઘર જોર જેહ, હમતો છોડ્યા સબહી તેહ;
કરામાત જેથી કછુ હાથ, વો તો ગઈ બહુએકે સાથ. ૧૮૧૫ કાલિકાચારજ હુઓ પ્રસિદ્ધ, ઈટ તણું તેણે સોવન કીધ;
સનતકુમારને થુંકે કરી, સકલ રોગ જાતો તે ફરી. ૧૮૧૬ અનેક વિદ્યા જ એવી હતી, લેઈ ગયા તે મોટા યતી;
આપી નહિ અમ એતાવતી, યતિપણું નહિ રાખે રતી. ૧૮૧૭ આગેના જે અવલ ફકીર, તે વિદ્યા જીરવતા ધીર; કરામાત દેખાયે તામ, જ્યારે પડતું ધર્મનું કામ.
૧૮૧૮ વિદ્યા દેખાડે ગૃહસ્વનિ જોય, તો તે અવલ ફકીર જ હોય;
મંત્ર યંત્ર તંત્ર જો કહે, સો ફકીરી દોજખ સહી લહે. ૧૮૧૯
પા. ૧૮૧૨.૨ વરસ હોય ટિ. ૧૮૦૬.૧ લંછન = તીર્થંકરનું સંકેત-ચિહ્ન ૧૮૦૮.૨ પેગંબર = (અહીં) તીર્થંકર' ૧૮૧૭૨
રતી = લેશમાત્ર