SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૫૩ એમ અનેક તપ કર્યો છે. વીસ સ્થાનક તપની આરાધના વીસ વાર કરી. તેમાં ૪00 આયંબિલ કર્યો. તથા ચારસો ચઉત્થભત્ત કર્યા, તે ઉપરાંત બીજા છૂટક છૂટક ચારસો ચઉત્થભત્ત કર્યા. ગુરુજી, તમે તો પાપનો ક્ષય કરનારા છો. સૂરિમંત્રની આરાધના ત્રણ માસ કરી. તેમાં ઉપવાસ, આયંબિલ, કાયોત્સર્ગ, નીવી, એકાસણાં આદિ કર્યો. જ્ઞાનની આરાધના માટે બાવીસ માસ તપ આદર્યું. આયંબિલનીવીનાં તપ કરીને તમે કર્મરોગને ટાળ્યો. પોહોરમાં પાંચસો વાર ખમાસમણ, લોગસ્સ ઉજ્જોઅગરેનું ધ્યાન – એમ બાવીસ માસ કાઉસગ્ન કર્યો. ગુરુતપમાં ત્રણ મહિના અઠમ, છઠ, ઉપવાસ, આયંબિલ, નવી વ. તપ કર્યા. વાપરવામાં સફેદ ધાન્ય અને તે પણ મોળું – અલૂણું. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાનું ૧૧ માસનું તપ તથા સાધુની બાર પ્રતિમા વહન કરવારૂપ તપ આપે કર્યો. અભિગ્રહો ધારણ કર્યા. દશવૈકાલિકનો સ્વાધ્યાય રોજ આપ કરો છો. અને આતાપનાનો પરીષહ પણ આપે સહ્યો છે. આપની કરણી કહી જાય એમ નથી. એ વિશે બોલતાં તો બ્રહ્મા પણ થાકી જાય. આપે અનેક ગ્રંથોનું સંશોધન કર્યું. ચાર ક્રોડ ગાથાનો સ્વાધ્યાય કર્યો. ૧૦૮ શિષ્યોને દીક્ષા આપી. ૧૬૦ને પંડિતપદ (પંન્યાસપદ) આપ્યું. ૬૦ સાધુઓને ઉપાધ્યાયપદ આપ્યું. આપના શિષ્યોમાં વિમલહર્ષ ઉપાધ્યાય, જેઓ શ્રીમાળ દેવાસમાં રહેતા હતા, કલ્યાણવિજય ઉપાધ્યાય જેઓ વીશાપોરવાડ જ્ઞાતિના હતા, શાંતિચંદ્ર મોટા ઉપાધ્યાય શ્રીમાળી વંશના હતા, પુણ્યવિજય ઉપાધ્યાય વિસલનગરના નિવાસી હતા. સોમવિજય અને ભાનુચંદ્રના સૌ ગુણ ગાય છે. ગુણની ખાણ સમા સુમતિવિજય તથા શાંતિસાગર ઉપાધ્યાય એમ આઠ થયા. એકને આચાર્યપદ આપ્યું તે વિજયસેનસૂરિ થયા. આપના ઉપદેશથી પાંચસો જિનમંદિરો થયાં અને પચાસ બિંબપ્રતિષ્ઠાઓ થઈ. જે શ્રાવક પ્રતિષ્ઠા કરાવે તેને ઘેર લક્ષ્મીનો વાસ થતો. દુહા.). હીરજી ઉને આવતા, સંઘવી લાગે પાય; શ્રીમલ પરમુખ ઇમ કહે, કહીયે વંદસ્ય પાય. ૨૨૦૬ દુખ ધરતાં વાંદી વળે, ગઢ ગિરનાર જાય; હીર વળ્યા ના ભણી, ઓછવ અધિકો થાય. ૨૨૦૭ (ઢાળ ૮૭ – ઉલાલાની) દિન દિન ઓછવ થાય, દીવનો સંઘ નમ્યો પાય; ઉને તેડીને જાય, આવે હીર ગુરરાય. ૨૨૦૮ ફરી ફરી શેત્રુંજો નિહાલે, સિંહ જિમ પાછું ભાલે; એમ જોતાં ઋષિ જાવે, નદી શેત્રુંજીમ્યાં આવે. ૨૨૦૯
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy