________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૧૫
બોલ્યો પાતશા ધરી આણંદ, તુધ્ધ માગો જો દેઉં ભાણચંદ;
માગી લીધો શેત્રુંજગિરિ સાર, ફરમાન કર્યા તેણી વાર.૧૮૮૧ વળ્યો પાતશા ધન બહુ વાંટી, આવી પીર પંજાલની ઘાંટી;
હિમાલય વિષમો પંથ, પગ ફાટી વ્યાઉ અત્યંત. ૧૮૮૨ ચાલી ન શકે ઋષિજી જ્યારે, પાતશાહાજી બોલ્યા ત્યારે;
ગજ અશ્વ પાલખીઓ લીજે, તેણે બેસવું ઋષિજી કીજે.૧૮૮૩ મુનિ કહે અમ નહિ આચાર, રહ્યો પાતશા તિહાં તેણી વાર;
ત્રણ્ય દિવસ મુકામ કરેય, પછે પાતશા તિહાં ચાલેય. ૧૮૮૪ આવ્યા લાહોરમાંહિ જામ, બહુ મોચ્છવ થાયે તામ;
ભાણચંદ ઉપાશરે આવે, નારી ધવલ મંગલ ગુણ ગાવે. ૧૮૮૫ કરી મામલા મોટા અપાર, કર્યો લાહોરે ઉપાશરો સાર;
બેઠા રૂપૈયા વિશહજાર, ભાણચંદ રહ્યા તેણીવાર. ૧૮૮૬ પછી શેખજી ગુણની પેટી, તેહને આવી મૂલમાં બેટી; - તેડ્યા પંડિત જોશી જેહો, બોલ્યા જલમાં મૂકો એહો. ૧૮૮૭ નહિતર ઉતપાત કરવી, એને મંદિર નવિ રાખેવી;
તેડ્યા ભાણચંદ તેણીવાર; પૂછયો મૂલ તણો વિચાર. ૧૮૮૮ મુનિ કહે હત્યા નવિ લીજે, સનાત્ર અડ્યોતરી કીજે;
પાતશા હરખ્યો તેણીવાર, કૂટણ બાંભણ બડે ગમાર. ૧૮૮૯ સ્ત્રી બાળહત્યા જગ જેહ, બ્રહ્મ-ગઉહત્યા નહિ તેહ;
શાસ્ત્ર ન કભી ઐસા કહાવે, હમકું બાલહત્યા કરાવે. ૧૮૯૦ જૂઠે બાંભણ ઋષિ ભલી વાત, કરો અઠોતરી સનાત;
હુકમ કરમચંદને દીધો, માનસિંગે અઠોત્તરી કીધો. ૧૮૯૧ થાનસિંગ માનુ કલ્યાણ કરી સનાત ઉપાસરે જાણ; પાતશા શેખજી આવે લાખ રૂપૈયા ખરચાવે.
૧૮૯૨ સનાત સુપાસનું કરતા શ્રાધ શ્રાવિકા આંબિલ ધરતા;
જિનશાસનની ઉન્નતિ થાય, વિઘન પાતશાહ કેરું જાય. ૧૮૯૩ હુઈ કુમરી મોટી જોય, ભાણચંદનિ ભાખે (ભાગ્યે) સોય;
મુજકું મારેવા બાઈ, તુમે જીવતી મુજ છોડાઈ. ૧૮૯૪ ભાણચંદની ઉન્નતિ હોઈ, માને ઉંબરાવ તે સહુ કોઈ;
રીજ્યો પાતશા સબળો જ્યારે, પૂછવું શ્રાવક તેડી ત્યારે.૧૮૯૫ ભાણચંદનિ પદ (કેવી) કેરી, કહિ શ્રાવક પંન્યાસ એહી;
તેડી ભાણચંદ પૂછીજે, હીરકે પાટિ તુમહી કીજે. ૧૮૯૬ પા. ૧૮૯૩.૧ સાધ શ્રાવક , ટિ. ૧૮૮૨.૧ વાટી = બાંટી, વહેંચે ૧૮૮૨.૨ વ્યાઉ = વાયુ, પવન