________________ શ્રી હીરવિજયસૂરિરાસ 107 તેહનાં ફળ કડુ છે અતી, નવી આદતો સૂધો યતી: સકળ વસ્તુ માંહિ જયણા કરે, હરિ કહે જગ ઋષિ તે તરે. 903 (ગાથા) કહંચરે કહંચિટ્ટે કહમાસે કહંસએ; કહં ભુજંતો ભાસંતો; પાવકમ્મ ન બંધઈ. 904 જયંચરે જયંચિકે જયમાસે જયંસએ; જય ભુંજતો ભાસંતો, પાવકમ્મ ન બંધાઈ. 905 | (ચોપાઈ). ઈસી દયા પાળે નર તેહ, ભણ્યા ગણ્યા પંડિત નર જેહ - અજ્ઞાની નવિ જાણે ભેદ, તે ક્યું પાતિગ કરે નિખેદ. 906 સુણતાં ભૂંડું રૂડું લહે, ભૂંડું છંડિ સખરૂં રહે; પોતાનાં પાતિગ ખ્યય કરે, કેવળ લડી સિદ્ધગતિ વરે. 907 શાતાનો અરથી જે હોઈ, મોક્ષનગર નવિ પામે સોઈ; - સૂઈ રહે નાંખે બહુ વારિ, ધોવું તેહને સદગતિ વારિ. 908 તપ સંયમ ને સરલ સમતાય, પરિસહને જીતે ઋષિરાય સુમતિ ગુપતિથી સદગતિ વરે, છેહઠે ચેતે તોહી તરે. 909 અસી દેશના રાયે સુણી, કરી પ્રશંસા ધર્મની ઘણી; અકલવંત જગિ અકબર મીર, સાચો જાણી તેડ્યો હીર. 910 કરે અગડ તિહાં પદ્ધિરાય, વિણ અપરાધે ન દેઉં ઘાય; સદાય સાધના પ્રણમું પાય, હિર નામ જપું જ સદાય; 911 * પ્રતિબોધી ગુરુજી સંચરે, આભૂગઢ પ્રયાણહ કરે; જાત્રા કરવા જિનવર તણિ, ચઢ્યો હીર આભૂગઢ ભણી.૯૧૨ (દુહા) ગઢ આબુ નવિ ફરસિયો, ન સુયો હિરનો રાસ; રાણકપુર નર નવિ ગયો, એ ત્રણે ગર્ભાવાસ. 913 | (ચોપાઈ). મહા તીર્થ તે મોટું લહી, હરમુનિ તિહાં આવ્યા વહી; ગઢ આબુ ઉપરિ ઋષિ ચઢે, કર્મ પાતળાં તિહાંકણે પડે.૯૧૪ પા. 906.2 નિષેધ 914.1 મોટું તહિ ટિ. 906.2 નિખેદ = નિષેધ 2i. 907.2 ય = ક્ષય