SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ર શ્રાવક કવિ ઋષભદાસકૃત ગs , પંચ સુમતિ ને ત્રિય ગુપતિ સમી, તપ ચારિત્ર વિશે ઉદ્યમી; એહેવાં એક થળે વરસની સહે, વસે સંયમ આરાધક કહે. ૨૬૩૬ તેણે કારણે નર સમજો એહ, સર્વ કરવું કહીઉં જેહ; સર્વ નિષેધ કર્યું ભગવંત, સિદ્ધાંત નહિ કહ્યું એકાંત ! ૨૬૩૭ શ્યા માટે તે સુણી પ્રકાર, લાભ છેહનો કરે વિચાર; નફો હોય જિમ કરતાં સાર, જિમ વાણિગ વ્યાપાર વિચાર ! ૨૬૩૮ દેવેન્દ્રસૂરિ કહે સુણ યતિ ! ધર્મ માંહિ કાંઈ કપટ જ નથી; માયાવચન કા બોલો તભે, નવી પ્રરૂપણા સાંભલી અભે. ૨૬૩૯ નવા બોલ કેતા આદરો, વિગય તણો નિત્ય લેવું કરો; ગીતારથની ભગતિ કીજે, એક ગાંઠડી વરહ દીજે. ૨૬૪૦ ધોવું સદા ફલ શાક અપાર, લીજે સાધવી ત્યારે આહાર; દુવિહારે કીજે પચખાણ, શ્રાવક પડિકમણું પરિમાણ. ૨૬૪૧ અતિસંવિભાગ તણો દિન યદા, ગીતારથ વહિરણિ જાયે તદા; એક નવી જ કરિ જો કોય, નીવીઆનું કહ્યું તસ જોય. ૨૬૪૨ ઈત્યાદિક બહુ બોલ આદરો, ગીતારથ તથઈ)નેં હાથે કરો; જગચંદ્રસૂરિ જતિ પોસાલ, તેણે રહ્યો તે સદાયે કાળ. ૨૬૪૩ વિજયચંદ તવ બોલ્યો ધસ્યો, ઉપદેશમાલા ભણ્યા તુલ્બ હસ્યો; તીર્થકર તો કબી એક હોય, ગુરુની ભગતિ કરો સહુ કોય. ર૬૪૪ જિનદેવે આચારજ લહ્યા, મારગ દેખાડી મુગતિ વહ્યા; તે માટે આચારજ સાર, સીદ વદો તુલ્મ કરો વિચાર ! ૨૬૪૫ દેવેન્દ્રસૂરિ(ની) સામો જવ થાય, પાછા વળે રૂષિ તેણે ઠાય; વસતિ વાણિયે એકિ દીધ, તિહાં આવી ઊતરવું કીધ. ૨૬૪૬ શીલવંત પંડિતમાં સીરે, ચાર વેદનો નિર્ણય કરે; ઈમ જાણી જન વંદન જાય, “લોઢી પોસાલ' લોકહાં થાય. ૨૬૪૭ વચન જ્ઞાન સૂધી આચાર, દેખી મળે નર બહુઅ હજાર; વસ્તુપાલસ્ય માનવ ઘણા, અઢાર સયાંહ્યું કે વાંદણા. ૨૬૪૮ જસ મહિમા વાધ્યો જગમાંહિ, દિન દિન દોલત વાધી ત્યાંહિ; લોઢી પોસાલ'ની મોટી થઈ, ગુરુ વિહાર કર્યો તિહાં સહી. ૨૬૪૯ પાલ્હાપુરમાં આવ્યા જસિં, એક થળે ધ્યાને બેઠા તસિ; પાલ્ડણપુર વિહારે પછી આવીઓ, વિરધવલને તિહાં થાપીઓ. ૨૬૫૦ કુંકમવૃષ્ટિ હુઈ તિહાં સહી, ધન ખરચે સંઘ તિહાં ગહિગહી; સંવત તેર ત્રેવીસો યદા, આચાર્યપદ આપ્યું તે તદા. ૨૬૫૧ પા. ૨૬૪૨.૧ દાન ટિ.૨૬૩૭.૨ એકાંત = એક જ મત ૨૬૪૫.૧-૨ આચારજ = આચાર્ય
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy