SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર. - શ્રાવક કવિ ઋષભદાસકૃત ઠકર વીરો મોટો રે, સહ સોઢો સહી; જિનભુવન કરાવે સહી એ. ૨૩૦૮ કુંઅરપાલ ગુણવંત રે, દલીપુરાઈ; બનાઈ જિનમંદિર કિઉંએ. ૨૩૦૯ ઈમ દેહરાં અનેક રે, દેહરાસર બહુ; પંચ સયાં તુહ્મ શાસનિ એ. ૨૩૧૦ હરમુનિ ! તુમ ધીર રે, આઠ જાતરા કરી; આબુ અચલેશ્વર તણી એ. ૨૩૧૧ રાણપુરિ મેવાડ રે ફલવર્ધી વરકાણાં; કુંભલમેરની યાતરા રે. ૨૩૧૨ પાટણ અમદાવાદ રે, ખંભનગર ભલું; યાત્રા કરી ગંધારની એ. ૨૩૧૩ | (ચોપાઈ) સોરીપુર મથુરાં ગવાલેર, ચિત્રકોટનો જોયો સેર; તારંગો શેત્રુજ દોએ વાર, દોય યાત્રા ગિરનારિ સાર. ૨૩૧૪ લાખ બિંબ ગુરુ વંદન કરી, અનેક તીરથ કરતા ફરે; બુજવ્યો મેઘજી ઋષિ ગુણખાણિ, ત્રીસ રૂષિસ્વર સાથે જાણિ.૨૩૧૫ તમે બૂજવ્યો અકબરમીર, મૃગ ઉપર નવિ નાંખે તીર; કીધો જીવદયાપ્રતિપાલ, જાણે કુમર નરિંદ ભૂપાલ. ૨૩૧૬ જીભ સવાસર ચકલાં તણી, ખાતો જેહ પસુનિ હણી; ગુરુવચને તે બુક્યો સહી, ગુરુ ! તુમ વાત ન જાયે કહી. ૨૩૧૭ નામ “જગતગુરુ' દીધું ધારિ, કીધી ષટ મહિના જ અમારિ; ડામર તલાવ છોડ્યું તેણીવાર, પુણ્ય કરતાં ગયો અવતાર. ૨૩૧૮ વૃષભ તુરંગમ ન હણે ગાય, મહિષી અજાશિરિ નહિ ઘાય; બંધીજન બંધ જ તુટીઆ, પંખી પંજરથી છુટીઆ. ૨૩૧૯ અકર ડંડ નિ નહિ અન્યાય, શ્રી શેત્રુજે મુગતો થાય; દાણ જીજીઆનાં ફરમાન, હીર ! હવું તુમ મહિયલ માન. ૨૩૨૦ ત્રિયર્સે ત્રિશ્ય તો સંઘવી થાય, ગઢ આબુ શેત્રુજિ જાય; સમેતશિખર સોરઠ ગિરનાર, યાત્રા કરે તિહાં નર ને નાર. ૨૩૨૧ દોય સહિત મુનિનો પરિવાર, હરમુનિ જિહાં કરે વિહાર; સામણીઆ શ્રાવક બહુ કરે, રૂપાદિક નાણા શિર ધરે. ૨૩૨૨ ટિ. ૨૩૧૦.૨ પંચ સયાં = પાંચસો ૨૩૧૨.૧ ફલવધ = (હાલનું) ફલોધી ૨૩૧૪.૧ ગવાશેર = ગ્વાલિયર ૨૩૧૬.૨ કુમર નરિંદ = કુમારપાળ રાજા
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy