SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત કરી ગુરુને વાત કરી. તે વખતે વસ્તુપાલ માનતા નથી. કહે છે કે આચાર્યપદને એ યોગ્ય નથી. ત્યારે ઉપાધ્યાયે ગુરુને વાય. પણ દષ્ટિરાગને કારણે અનુપમાદેવી ફરી ફરી કહે છે. ત્યારે વસ્તુપાલ મૌન રહે છે. ઉપાધ્યાય જગચ્ચન્દ્રસૂરિને કહે છે કે “એને પદવી આપો. અનુપમાદેવી વગેરે શ્રાવિકા બે કોડ દ્રવ્ય ખર્ચવા તૈયાર છે. સકલ સંઘની વિનંતી સ્વીકારો ને વિજયચંદ્રને પદવી આપો. આ રીતે કાલ-ભાવ જોઈને જગન્દ્રસૂરિએ તેમને આચાર્યપદવી આપી. વિજયચંદ્ર દેવેન્દ્રસૂરિને ચરણે નમે છે. એમનાં વિનય-વૈયાવચ્ચ બહુ પ્રકટ કરે છે. શ્રી દેવન્દ્રસૂરિ વિહાર કરી માળવા ગયા. વિરધવલ અને ભીમસંઘ બે ભાઈઓને એમણે દીક્ષા આપી. દેવેન્દ્રસૂરિ માળવા દેશમાં વિચરે છે. એમ કરતાં ત્યાં બાર વર્ષ વીતી ગયાં. વિજયચંદ્રસૂરિ એ બધો સમય ખંભાતમાં રહ્યા. દેવેન્દ્રસૂરિએ તેમને કહેવરાવ્યું કે એક જ સ્થાનમાં આટલો સમય શા માટે રહો છો ? વીરભગવાને આવું કહ્યું નથી. પણ વિજયચંદ્રસૂરિ તેમની વાત માનતા નથી, ને સ્વછંદપણે વર્તે છે, ને શ્રાવકોને પોતાના પક્ષમાં રાખે છે. એ દરમ્યાન દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા. વિજયચંદ્ર તેમને વંદન કરવા જતા નથી. દેવેન્દ્રસૂરિ જ ત્યાં આવ્યા. ત્યારે તે કશો વિવેકવિનય જાળવતા નથી કે બેઠા થઈને ગુણસ્તવના કરતા નથી. દેવેન્દ્રસૂરિએ એમને કહ્યું કે હે નરસાર, નગરના પંડોલિયાની જેમ તમે એક જ સ્થાનમાં શું રહ્યા ? વિર ભગવાને આવાને સાધુ કહ્યા નથી.” કારણ વિના જે મુનિ એકાંતવાસ – સ્થિરવાસ કરે છે તેમને ઘર-ખૂણા ઉપર મમતા થઈ જાય છે. તેવા મુનિ પાપમાં કેમ ન પડે ? મમતામાં ફસાય તેમાંથી સમતા નાસી જાય છે. જે મુનિ ઘર-વાડી-મંદિર કરાવે, નળિયાં ચળાવે અને આવાં કામ દ્વારા જીવહિંસા કરે તે પાપીના પંથમાં પડેલા છે, અને અસંયમની બુદ્ધિવાળા જે છે તેને મળતા દેખાય છે. થોડો પણ ગૃહસ્થનો પરિચય જે ટાળતો નથી તે વાર્તિકઋષિની જેમ પાપમાં પડે છે. બાળકોને કહે કે તમે બીઓ નહીં. નાસવાનું શું કામ છે ? નિમિત્તિયાનું નામ ધરીને ચંડપ્રદ્યોતને ઠગ્યો. | (દુહા) પંડિત ભોજન ભામિની, જો પણ અતિહિ અમૂલ; ઋષભ કહે ગોરસ વિના, ત્રિયે ન પામે મૂલ. ૨૬૦૪ (ચોપાઈ). મૂલ નહિ વાણીનું યદા, સુણિ વખાણ તિહાં સહુકો સદા; અનોપમ તિહાં રીઝે અતિ, દેવભદ્રને કરે વનતિ. ૨૬૦૫ આચારજપદ એહમેં થાય, તો આપણપો રહે મહિમાય; કરિ વિચાર બહુ ગુરુને કહે, વસ્તુપાલ તવ નવિ સદહે. ૨૦૦૬ પા. ૨૬૦૬.૧ બિહુ ટિ. ૨૬૦૪.૨ ગોરસ = (ત્રણ જુદાજુદા સંદર્ભોમાં ત્રણ અર્થ અહીં થાય) (૧) પંડિતનો વાણીરસ (૨) ભોજનમાં દહીં-દૂધ આદિનો રસ (૩) સ્ત્રી સંદર્ભે ઈન્દ્રિયરસ.
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy