________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૯૭
૨૬૧૦
આચારજનિ યોગ્ય એ નહિ, ગુર ઉવઝાર્યો વાય સહી;
દૃષ્ટિ રાગે સ્ત્રી ફરી ફરી કહે, વસ્તુપાલ અણબોલ્યો રહે. ૨૬૦૭ જગચંદ્રસૂરિને કહે ઉવઝાય, દ્યો પદ સબલ ધન ખરચાય;
અનોપમદે પરમુખ શ્રાવિકા, ખરચે દો કોડિ પોતિ થકા. ૨૬૦૮ સકલ સંઘનું કહેણ કીજીયે, વિજયચંદને પદ દીજીયે,
કાલ ભાવ જોઇ રૂષિરાય, આચાર જ થાપ્યો તેણે થાય. ૨૬૦૯ દેવેન્દ્રસૂરિ પહેલા છે જેહ, વિજયચંદ તસ પાય નમેહ;
વિનય વૈયાવચ બહુવિધિ કરે, માલવે દેવેન્દ્રસૂરિ સંચરે. વિરધવલ ભીમસંઘ ભાત, બેહને દીખ્યા તિહાં કણિ થાત;
દેવેન્દ્રસૂરિ તિહાં કણે કરે વિહાર, અનુકરમે વોલ્યા વરસ બાર. ૨૬૧૧ વિજયચંદ્ર ખંભાયત રહે, દેવેન્દ્રસૂરિ તસ એવું કહે;
એકે ગામે રહો છો કસ્યું ? વીરે વચન કહ્યું નહિ ઇચ્યું ! ૨૬૧૨ વિજયચંદ્ર નવિ માને ગણે, તે છંદે ચાલે આપણે; શ્રાવકને કરતો નિજ હાથ, દેવેન્દ્રસૂરિ આવ્યા ખંભાત.
૨૬૧૩ વિજયચંદ્ર નવિ વંદન જાય, દેવેન્દ્રસૂરિ આવ્યા તેણે ઠાય;
વિનય વિવેક તે નવિ જાળવે, બેઠો થઈને ગુણ નવિ સ્તવે. ૨૬૧૪ દેવેન્દ્રસૂરિ કહે નર સાર, એક ઠામિ ન રહિ વરસ બાર; નગર પંડોલીઓ સું થઈ રહ્યો, અસ્યો સાધ વીરે નવિ કહ્યો ! ૨૬૧૫
(ઢાળ ૧૦૧ – ઘોડાની) મુનિ કારણા પાખે હોય, એકાંત જ વાસી;
ઘર ખુણો ઉપરિ મમતા, હોઈ મુનિ આસી. ૨૬૧૬ તે કિમ ન પડે મુનિ, પાપ રસ બલી માહિ;
વળી વેઢી પંડિતો, સમતા હાસે ત્યાંહિ. ૨૬૧૭ ઘર વાડી ને નળીઓ, મંદિરડું અ કરાવે;
ઈમ કામ અનેરાં, કરતો જીવ હણાવે. ૨૬૧૮ તે મુનિવર પડીઆ, પાપીના પંથમાંહિ;
વળી મલીઆ દીસે, અસંજમની મતિ જ્યાંહિ. ૨૬૧૯ થોડોઇ પરચો, ગૃહસ્થ તણો ન ટાલે;
પડે પાતિગ માંહિ, વાર્તિકઋષિને ભાલ ! ૨૬૨૦ કહિ બાલક ન બીહો, નાઠાનું કણ કામો;
• ઠગ્યો ચંદ્રપ્રદ્યોતને, ધર્યો નિમિત્તિઓ નામો. ૨૬૨૧ પા. ૨૬૧૮.૧ મંદિર સુયડું કરાવે ટિ. ૨૬૦૮.૨ પોતિ થકા = પોતાના. ૨૬૧૩.૧ છંદે = સ્વેચ્છાએ ૨૬૨૦.૧ પરચો = પરિચય