________________
શ્રી હીરવિજયસૂરિરાસ
પરણાવવાની પેરવી કરે છે. ઘણાંયે વેવિશાળો ઘેર આવે છે. લોકો પહેરામણી પણ આપે છે.
તે વખતે રામજીનો ભાવ જોઈને માતા કહે છે, “એક વાર સાધુને જે વહોરાવ્યો છે તેને હવે કેમ પરણાવાય ? કુમારની પણ ઇચ્છા નથી. હું તો ના કહેતી નથી. પિતા અને બહેનની અનુમતિ નથી એટલે રામજી દીક્ષા લેતો નથી.'
મેઘવિજયની દીક્ષા વખતે ત્યાં ઊભેલો રામજી ભાણવિજયની સામે જુએ છે. તે વખતે ભાણવિજય કહે છે કે “તારા વચને તો દીક્ષા લીધી, અને હવે તું સંસારમાં રહે તે બરાબર ન ગણાય.” રામજીનો ભાવ તો ઘણો છે પણ તે પિતા અને બહેનના કારણે દીક્ષા લઈ શકતો નથી.
તે વખતે હીરગુરુને વિજયસેનસૂરિ કહે છે કે “માતાની અનુમતિ મળી ગઈ છે તો રામજીને દીક્ષા આપો. આ અવસર છે. પછી જે થવાનું હશે તે થશે.”
તે વખતે ગુરુના વચનથી ગોપાલજી નામનો ગુણવંત શ્રાવક રામજીને રથમાં બેસાડી પિંપલોઈ લઈ ગયો. એક પંન્યાસ મહારાજ પણ પાછળ ગયા. એમણે રામજીને દીક્ષા આપી. પછી ત્યાંથી વડલી ગામે આવ્યા.
ત્રણ દિવસ સુધી રામજી દેખાયો નહીં એટલે તેની બહેન અને કુંવરજી ભાઈ હીરગુરુની આગળ આવી ધમાલ કરવા લાગ્યાં. કઠણ વચનો બોલતાં કહે છે કે, તમારાથી દીક્ષા અપાય જ કેમ ?'
હીરગુરુ કહે છે કે, “જેણે દીક્ષા આપી છે તે અને રામજી બન્નેનું મારે કામ નથી. તે બન્નેને ગચ્છ બહાર કરવામાં આવે છે. ત્યારે ઉદયકરણ સંઘવી નામના શ્રાવક કુંઅરજીને સમજાવે છે “રામજી તમારે શું કામ આવશે ? શા માટે ફોગટ ફજેત થાઓ છો ? પેલા શિયાળિયાની જેમ બેય શા માટે ખૂઓ છો ? ન તો એને સંસાર ફળશે, ન મોક્ષ મળશે. એના બદલે સુનંદાની જેમ તમે રામજીની પાછળ સંયમ લઈ લ્યોને.”
તે સાંભળી બહેન અને ભાઈ બન્ને સમજી જાય છે. પછી કાગળ લખી રામજીને તેડાવે છે. ઓચ્છવ-મહોચ્છવ કરે છે. મેઘકુમારની સાથે એમ અગ્યાર જણાએ સંયમ લીધું. મેઘવિજય ઉપાધ્યાય થયા. એમની વાણીથી બ્રહ્મા પણ ડોલી ઊઠે. રામવિજય જાણીતા થયા; જાણે એક સૂર્ય અને બીજા ચન્દ્ર.
૪૬૧
(દુહા) પુરુષ નહિ રે ગુણ વડા, જો નર મૂકી રીસ,
આઉળ પાએ ચંપીએ, મરુઓ દીજે શીષ. પોલાં કડુ તુંબડાં, ગુણે કરીને મીઠ;
તે કિમ માણસ વીસરે, જેહ તણા ગુણ દીઠ? ગુણવંતો નિર્ધન ભલો, નિગુણો સધન નિવાર;
નીલો ખાખર મૂકીએ, ચંદન સૂક સંભાર.
૪૬૨
૪૬૩