________________
૬૦
. શ્રાવક કવિ ઋષભદાસકૃત
(ઢાળ ૨૯ - દેશી ચોપાઈની) ઈણ દષ્ટાંતે સમજે આજ, વઢી ન ખોઈશ ગુરુની લાજ;
વાર્યો સોય ન માને બોલ, ગછબાહિર તવ કર્યો નિટોલ. ૪૬૪ લહુઓ ત્રીષ ચેલો તસ પંઠિ, બેહુ ચાલ્યા દીવાનમાં ઉઠિ;
પેટલાદૈ હાકિમને મિળ્યા, બંદુકદાર લઈને વળ્યા. . ૪૬૫ સંવત સોળ ને ત્રીસો ત્યાંહિ, હીર અછે તવ બોરસદ માંહિ;
લેઈ બંદાને આવ્યો ત્યાંહિ, હીરવિજયસૂરિ બેઠા જ્યાંહિ. ૪૬૬ ભગવનું દર્દ ન પડ્યા ત્યાંહિ, બેઠો આવી ચોક જ માંહિં;
એક શ્રાવિકા રીશે ભરી, માર્યો ઉલાળો મસ્તક ફરી. ૪૬૭ : માહરો ગુરુ ગુણસાગર જેહ, તેહને દુઃખ પમાડે એહ;
ઇસ્યુ કહિ પચાર્યો ત્યાંહિ, માર્યો ઉલાળો શિર માંહિ. ૪૬૮ ફાટું મસ્તગ લોહી નીકળે, જગમાલ તવ ઝાઝું મન બળે;
બંદુકદાર તવ આવી મિલે, શ્રાવક હરમુનિ સહુએ ટળે.૪૬૯ પેટલાદે તે ગયો જગમાલ, કરે મુંબડી મારે ગાળ;
લેઈ અસવારને આવ્યો વળી, હરમુનિ સહુ જાએ ટળી. ૪૭૦ દેઈ દામ સમજાવ્યો સોય, હરામખોર ચેલા એ હોય;
ફર્યા તુરક મુખ બોલ્યા ઈસ્યું, તુહ્મ મુરીદ તો વઢવું કહ્યું? ૪૭૧ તું ચેલા ને એ ઉસ્તાદ, ગુરુ સેતી ક્યૂ કરણા વાદ;
ગુરુ વેચે પકડી તુજ હાથ, ફાડી નાક પરોવૅ નાથ. ૪૭૨ મેલિ ચરને કાઢ્યો તામ, દામ કરે જગ સઘળાં કામ;
દામેં કીરતિ બોલે લોક, દામેં લંછન હોએ ફોક. ૪૭૩ દામેં કષ્ટ થયું વિસરાળ, હાકી કાઢ્યો તિહાં જગમાલ; ઠામ ઠામ તે ધંધ બહુ કરે, કલેસીઓ બેરૂમાંહિ સરે. ૪૭૪
દુહા). ગેર બેરુ સારિખા, વહિરો નહિ નરપાળ;
ગેરુ પત રાતાં કરે, બેર કરે કપાળ. જાતિવંત જગમાં ભલો, નાહી ભલો કુજાત; જો બોહોતેરો ચાંદણો, દિવશ ન પૂગે રાત.
૪૭૬
૪૭૫
પા. ૪૬૪.૨ તસ કર્યો ૪૬૬.૧ સોળ તે ત્રીસો ૪૬૭.૧ રીશે કરી, મસ્તક ધરી ૪૬૮.૨ નિવાર્યો
૪૭૨.૧ ચેલાનો ૪૭૩.૧ ચરકને ૪૭૪.૧ કામ થયો જ દરાલ ટિ. ૪૬૮.૨ પચાયૅ = પડકાર્યો ૪૭૪.૧ વિસરાળ = નષ્ટ, ખંડિત ૪૭૫.૧ ગેરુ = લાલ મટોડી