________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
તસ કુળે ચાંગો મહેતો જેહ, સબલું ધન ખરચંતો તેહ,
મોટા મંડપ તોરણ બાર, ભોજન કરે તિહાં નર ને નાર. ૩૭૦ દરિદ્ર ગયાં તિહાં યાચક તણાં, ભૂષણ ચીવર દાન દીએ ઘણાં;
સંઘ ચતુર્વિધ મિલીઓ સહી, વિજયદાન પદ ઘે ગહગહી. ૩૭૧ સંવત સોલ ને દાહોતરો, પોષ શુદિ પાંચમિ દિન ખરો;
હીરહર્ષ છે નામ પ્રસિદ્ધ, હીરવિજયસૂરિ પછે કીધ. ૩૭૨ પદ થાપી પાટણમાંહિ ગયા, શ્રાવકજન સહુએ ગહગહ્યા;
દેઈ વંદણ પટ આપે એમ, સ્વામી સુધર્મા જંબૂ જેમ. ૩૭૩ સમરથ ભણશાળી ઓશવાળ, પદનો મહોચ્છવ કરે વિશાળ;
ધન ખરચ્યું તિણે સબલું ત્યાંહિ, કીર્તિ ન માએ તે જગમાંહિ. ૩૭૪ અનુકરમેં નફુલાઈ જ્યાંહિ, વિજયદાનસૂરિ આવ્યા ત્યાંહિ;
શાહ કર્મો પ્રતિબોધ્યો સહી, દીક્ષા દાન દિયે ગહગહી. ૩૭૫ ઘરે રહી કોડાઈ નાર, જેસિંગ પુત્ર અછે ઘરબાર;
સુહણે સિંહ દીઠો તસ માય, તિણે થાપ્યો જે સિંઘસુત રાય. ૩૭૬ આઠ વર્ષનો સુત જવ થાય, મા બેટો સુરતમાં જાય; | વિજયદાનસૂરિ વદ્યા ત્યાંહિ, સુણી વાણિ હરખા મનમાંહિ. ૩૭૭ સંયમ લેતો ગુરુને હાથ, વઈરસ્વામિ જિમ માને સાથ;
સિંહગિરિ કને દીક્ષા લીધ, તિમ એ જેસિંઘકુમારે કીધ. ૩૭૮ જયવિમલ તસ દીધું નામ, હીરહાથે ભલાવ્યા તામ;
વિજયદાનસૂરિ ગઇપતિ તેહ, અમદાવાદમાં આવ્યા તેહ. ૩૭૯ ઈણ અવસર લંકાના યતિ, વિજયદાન કને આવ્યા અતી;
કહે પ્રતિમા દીઠી છે છતી, અમને ગછમાં લ્યો તે વતી. ૩૮૦ વિજયદાન કહે કહું છું અમે, હીરવિજય કને જાઓ તુમે;
તુમને ગ૭માં લેયે સહી, મોકલ્યા ઋષિને એવું કહી. ૩૮૧ રાજવિજય મળીઆ વિચમાંહિ, લંકાના રિખિ પહતા ત્યાંહિ;
દીક્ષા દેઈ લીધા ગછમાંહિ, સોય વાત ગુરુ પાસે જાય. ૩૮૨ અણમિલતો ગીતારથ પ્રાહિ, મિલી વિચાર કીધો ગુરુ ત્યાંહિ;
આજ ન પૂછી એટલી વાત, આગળ ગછ ચાલ્યો કિમ જાત ?૩૮૩ કેઈ પરે માને હીરને એહ, ગછપતિ ખરો વિચારે તેહ;
ગછ બાહિરની ચીઠી લખે, લજ્યા તાસ કિસી નવિ રખે. ૩૮૪ પા. ૩૭૧.૧ તિહાં ૩૭૩.૨ ઠવીઓ (જબૂને સ્થાને) ૩૭૪.૨ પણિ (હિણેને સ્થાને) ૩૭૭.૧
સુત સાંહમા ("સુરતને સ્થાને) ટિ. ૩૭૨.૧ સંવત સોલ ને દાહોતરો = વિ.સં. ૧૬૧૦ (એ વર્ષે શ્રી હીરવિજયસૂરિને આચાર્ય
પદવી પ્રાપ્ત થઈ.) ૩૮૩.૧ પ્રાહિ = સામાન્ય રીતે