________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૪૭
હરખી ચાલ્યા દક્ષણ ભણી, દેવગિરિ આવ્યા રિખિ ગુણી;
નિજામ શાહ નગરીનો ધણી, જસમા નારી દેવસી તણી. ૩૫૫ હું ન એક પંડિત ને દેવ, ધર્મસાગર ને હીર ભણેય;
ચિંતામણિ બહુ શાસ્ત્ર વિચાર, ભણી પુરુષ બહુ પામ્યા પાર. ૩પ૬ આવ્યા નડલાઈયે જિસેં, વિજયદાનસૂરિ વિદ્યા તિસેં
ભણ્યા ઘણું ગુરુ જાણી કરી, પંન્યાસપદ દીધું મન ધરી. ૩૫૭ સંવત સોલ સિત્યોત્તર જિસે, પંડિત પદવી ગુરુ પામ્યા તિસે;
આદિનાથ દેહરા માંહિ થાપ, તિણે વાધ્યો જગ ઘણો પ્રતાપ. ૩૫૮ સંવત સોલ અઠોત્તર જામ, નડુલાઈ નગરી છે તામ;
નેમિપ્રસાદ છે રળીઆમણો, પદ ઉવઝાય ઉચ્છવ તે ઘણો. ૩પ૯ ત્રણે ઊવઝાય પદ થાય, હીર ધર્મસાગર મુનિરાય;
રાજવિમલ ત્રીજો વિઝાય, એ ત્રયે નર પદવી પાય. ૩૬૦ રાજવિજયસૂરિ પછે તેહ, વિજયદાનને મિલીઓ તેહ;
સબલ કળા તસ પોતે સાર, રામેં મોહે દેવકુમાર. ૩૬૧ વિનય રૂપ વિદ્યા ભલ લી, નિજ આચાર્ય તે થાપ્યો સહી;
ઘણા સાધને ન ગમે તેહ, અન્યગચ્છી આચારજ એહ. ૩૬૨ સકળ સાધ કરે વીનતી, તુહ્મ ચેલો થાપો ગચ્છપતી;
વિજયદાન મુખ બોલે નહિ, ગીતારથ તવ વરતે સહી. ૩૬૩ વિજયદાનસૂરી બોલ્યા આમ, અવસર જાણી કરચું કામ;
વિગરવ થાઓ મોટા યતી, તિમ કરસું સુખ હોયે અતી. ૩૬૪ વિજયદાનસૂરીશ્વર જેહ, સિરોહીમાંહિ આવ્યા તેહ . સામહીઉ તિહાં સબલું થાય, ચોમાસું રહઆ ગુરુરાય. ૩૬૫ ધ્યાન ધરી બેઠા તિણ ઠાર, પલતી નગરીમાંહિ અમાર;
શાસનદેવી વંદે પાય, કિસ્યું કામ કહો રિષિરાય ? ૩૬૬ વિજયદાનસૂરિ પૂછે ઈસ્યું, કવણ પુરુષ પાટે થાપત્યું ? | દેવી કહે તુલ્લે થાપો હર, જેહને પાય નમે નૃપ મીર. ૩૬૭ ઈસ્યુ કહિને દેવી જાય, કેસર કુકમનો ઘન થાય;
ઉપાસરે દીપક દેખતા, ઘુઘર ઘંટ ઘણા વાજતા. ૩૬૮ વિજયદાનસૂરિ મુહૂરત લેહ, પદ મહોચ્છવ ચાંગોત કરે;
ધન્ના તણો સંતાનીઓ તેહ, રાણકપુર પ્રાસાદ કરેહ. ૩૬૯ પા. ૩પ૬.૧ પંડિત નિંદેહ ૩૫૬.૨ પૂર્વ બહુ ૩૬૦.૧ પદ તિહાં થપાય ૩૬૨.૨ અન્ય ગચ્છનો
૩૬૩.૨ વરડે તે ૩૬૪.૧ વિગરમ ૩૬૬.૨ ગુરુ-પાય ૩૬૭.૧ તણે (પાટે'ને સ્થાને)
૩૬૯.૧ એ પદ મહોચ્છવ વારુ કરેહ ૩૬૯.૨ ધરણા, રાંણપુરિ ટિ. ૩૬૩.૨ ગીતારથ = ધર્મતત્ત્વ જાણનાર, જ્ઞાની