________________
- શ્રાવક કવિ ઋષભદાસકૃત
કહે હું લઈશ સંયમ ભાર, તુહ્મ જાતાં મુજ કુણ આધાર;
માત પિતા સહુ વારે તહિં, અમીપાળ સુત માને નહીં. ૩૩૯ સંયમ લેવા સજ હોએ આાર, ચૌગતિ તણા નિવારણહાર;
દાન શીલ તપ ભાવન સાર, જાણો જગ દીસે એ ચ્યાર. ૩૪૦ ઘાલ્યા મંડપ દેતા દાન, કેળવિયાં પોઢાં પકવાન;
સ્વામીવચ્છલ હોએ બહુ, સજ્જન સાજન જિમતાં સહુ. ૩૪૧ ફૂલેકાં ચઢતાં નવનવાં, યાચક દાન ઘણાં તિહાં હવા;
ગજ રથ અશ્વ અને પાલખી, ઈદ્રાણી આગળ નવલખી. ૩૪૨ ધ્વજ નેજા અસવારી બહુ, વડા વિવહારીઆ મિલીઆ સહ;
કેસર છાંટે આપે પાન, વાગે વાજાં ને બહુ ગાન. ૩૪૩ એમ ઉચ્છવ તિહાં થાએ જિર્સે, પાટણ હીરજી આવ્યા તિસેં;
વિજયદાનની વાણી સુણી, હીર હુઓ સંયમનો ધણી. ૩૪૪ અમીપાળ સાથે જોડલી, પરણ્યો સંયમનારી ભલી;
છતી રિદ્ધિ મૂકી નીકળે, અઢાર વર્ણની આંખો ગળે. ૩૪૫ નવયૌવન ને રૂપ અપાર, જિણે પહિર્યા સોલે શિણગાર;
સર્વ તજીને સંયમ લીધ, કો ન કરે તિમ એણે કીધ. ૩૪૬ માય બાપ ને ભગિની જેહ, સાથે સંયમ લેતાં તેહ;
ધર્મસી રિખિ રૂડો રિખિ જેહ, વિજયહર્ષ કનકશ્રી તેહ. ૩૪૭ હીર સહિત નવ જણનું માન, જાણે ચક્રી નવે નિધાન;
નવે વિહાર ગુરુ સાથે કરે, વિજયદાન મહામંડલ કરે. ૩૪૮ હીરહર્ષ ગુરુ પાસે રહે, ગુરુવચન શિર ઉપર વહે;
ભણે ઘણું હઅડે ગહગહે, પૂક્યો ઉત્તર પાછો કહે. ૩૪૯ વિજયદાન મન હરખે ઘણું, ભલું સાન એ ચેલા તણું;
ભાગ્યદાર દીસે છે એહ, એહના કર્મ તણો નહિ છે. ૩૫૦ વિદ્યા પૂરી હોએ જોય, તો એ રાજ્યમાન્ય નર હોય;
વિદ્યા વિણ નર ન લહે માન, વિદ્યાવંત ઘર નવે નિધાન. ૩૫૧ એહવે રૂડો રિખિ પંન્યાસ, યુગાઁ હીરજીને પૂછે તાસ;
કહે પંન્યાસ પૂછજો તદા, ભણી ઘણું પંડિત હોઉં જદા. ૩૫ર વિજયદાનસૂરિ સુણીઉં ઈસ્યું, વિદ્યા વિણ પોસાએ કિસ્યું;
ધર્મસાગર હીરો એક યતી, ભણવા મોકલતો ગાછપતિ. ૩૫૩ આગે સિંહ અને પાખર્યો, કનકકલસ ને ખીરે ભર્યો
આગે હીરને એહ વિચાર, ગુરુવચને થયો હરખ અપાર.૩૫૪ પા. ૩૪૭.૨ લેહ ૩પ૦.૧ જ્ઞાન ટિ. ૩૪૭.૨ રિખિ = 8ષ ૩૫૪.૧ પાખર્યો = સજાવ્યો