________________
શ્રી હીરવિજયસૂરિરસ
૩૨૩
જેહના પુન્ય તણો નહિ પાર, સાધુપંથ આકરો અપાર;
કાલુપુરમાંહિ આવ્યા જર્સિ, ગોખ નવો નીપાયો તર્સિ. ૨૮૨૮ પૂછે હીર શ્રાવકને તહીં, હોય સીખ તો બેસીયે અહિં;
શ્રાવક કહે પૂછો સું તેહ, તુલ્બ કારણે નીપાયો એહ. ૨૮૨૯ હર કહે નવિ કલપે એહ, આધાકરમી હુઓ હ;
વખાણ કાજે મંડાવી પાટ, એહવી રાખે સાધની વાટ. ૨૮૩૦ તેણે ગોખે નવિ બેઠો કોઈ, હીરવચન માન્યું સહુ કોઈ;
કોઈ ન લોપે હરની લાજ, દીપે જૈન અખંડહ રાજ. ૨૮૩૧ એકદા અલ્હદાવાદહાં જોય, વિમલહર્ષ વાચક તિહાં હોય; - ભદુઓ શ્રાવક ચરચા કરે, ચૂકી બોલ્યો મને નવિ ડરે. ૨૮૩ર. કાગળ લખ્યો સંબાવતી માંહિ, વાંચી જગગુરુ ખીજ્યો ત્યાંહિ;
સોમવિજયને ભાખે તસે, લખો લેખ યમ કાઢો જે અછે. ૨૮૩૩ ગછ બાહિરની ચીઠી લખી, કાગળ કાસિમને ઘે રિષિ;
વિજયસેનસૂરિ બોલ્યો વહી, પછિ લેખ મોકલજો સહી. ૨૮૩૪ હીર કહે અણબોલ્યા રહો, એહ વાતહાં તુમ નવિ લહો;
કાગળ વેગે પુહતો થાય, વાંચી દૂર કિયો તેણે ઠાય. ૨૮૩૫ સાહ ભદૂઆ ઘરિ વહિરે નહિ, સકલ સંઘ મળ્યો તે તહિં; સંબાવતીહાં આવિ વહી, હરપાય ખમાવે સહી.
૨૮૩૬ છોરુ જો કછોરુ હોય, માય બાપે સાંસહિવું સોય;
સાહ ભદૂઓ શ્રાવક શુભમતિ, કૃપા કીજીયે તુહ્મ ગછપતિ. ૨૮૩૭ સાહ ભદુઓ જઈ લાગો પાય, મિચ્છાદુક્કડ ધે તસ ઠાય;
હર કહે તુહ્મ શ્રાવક સાર, ધરજો હિયડે ધર્મવિચાર. ૨૮૩૮ સાહ ભદૂઓ સંઘમાંહિ લીધ, અમદાવાદે પીયાણું કીધ;
વિમલહર્ષનિ ખામે સોય, વયરભાવ મનિ ન ધરે કોય. ૨૮૩૯ એહવા તેજવંત ગુરુરાય, ગછ બાહિર કાઢ્યા વિઝાય;
કઈ મુનિવર જેણે દૂર કર્યા, રાખે નહિ નર દોષે ભર્યા. ૨૮૪૦ સમતા હીર તણી હવિ જુઓ, કુરગડુથી અધિકો હુઓ;
ખારી ખીચડી ખાધી ખરી, હિર ન બોલ્યો મુખથી ફરી. ૨૮૪૧ શ્રાવક ઘરિ રાંધી ખીચડી, મીઠું ઘાલિ વહઅર વડી;
વહુઅર સોય આઘેરી ગઈ, સાસુ મીઠું ઘાલે સહી. ૨૮૪૨ પા. ૨૮૨૮.૧ જેહની પુંજીનો... ટિ. ૨૮૨૯.૨ નીપાયો = બનાવ્યો. ૨૦૩૦.૧ કલપે = ખપે, કામ આવે. ૨૮૩૯.૧ પીયાણું =
પ્રયાણ. ૨૮૪૧.૧ કુરગડુ = કરઠંડુ નામના મુનિ.