________________
૩૨૨
, શ્રાવક કવિ ઋષભદાસકૃત
હીરગુરુને વંદે જામ, પ્રેમ કરીને પૂછે તામ;
મુનિ ! વરસ કેટલાં એક લહીયે, હર કહે પંચાસેક કહીયે. ૨૦૧૨ છવુ વરસ હુ મુજ હીર ! હરખ્યો ગછપતિ દેખી શરીર; , જીવદયાફળ જગપ્પાં સાર, આયુ ઉત્તમ કુલે અવતાર. ૨૮૧૩
અકુ તણે ઘર બેટા સાત, તેહને ઘરિ બાળક બહુ થાત; | સર્વ મળી એકાણું નરા, પાઘડીબંધ દીસે તે ખરા. - ૨૮૧૪ સકલ વસ્તુ જે પુછ્યું હોય, પુણ્ય મ મૂકો પુરુષા કોઈ
પાંચે આંગળે કીધું પુણ્ય, રામચંદ્ર ત્રદ્ધિ પામ્યા વન્ય. ૨૦૧૫ પુયહીણા નર બેઠા જુઓ, લૂખાં ભોજન ભૂમિ સૂઓ;
પૂજ્યા નહિ જેણ ઋષભજિણંદ ઋદ્ધિ રમણી કિયાંથી આણંદ ! ૨૮૧૬ આણંદ સદા અકુને ઘરિ, ઘરમાં ધન દીસે બહુ પરિ;
પૌષધશાળા કીધા પ્રાસાદ, જગમાં બહુ પામ્યો કસવાદ. ૨૮૧૭ અ સંઘવી શ્રાવક જેહ, કવિરાજ કહેવરાયો તેહ;
અકૂર્ચે વીનતી કીધી અતિ, તૂઠી લખમી ને સરસતી. ૨૮૧૮ પુણ્યહણ ઘરિ એકો નહિ, દીસે લાછી ને સારદ નહીં; જ્ઞાન વિના પૂજા નવિ લહી, પુણ્ય પાપ તે નવિ સહિ.
૨૮૧૯ આરાધ્યો નહિ ઊંડો ધર્મ, જ્ઞાન વિના પદવી નહિ પર્મ
લખમી વિના સૂનો સંસાર, ભગનિ ભાત ન માને નાર. ૨૮૨૦ તેણે પુણ્ય કરો સહુ કોઈ, લખમી સારદ પામો દોઈ;
દોય વસ્તુ અને ઘરિ, શ્રાવક હરના સુખી બહુ પરિ. ૨૮૨૧ બાર્તાનપુરહાં જીવરાજ, સંઘવી ઉદયકરણ ભોજરાજ;
ઠક્કર સંઘજી ને હાંસજી, ઠકર સંભૂજી ને લાલજી. વીરદાસ વહેતો બહુ લાજ, ઋષભદાસ અને જીવરાજ;
ડામર સોય દુઓ માળવે, જેહના ગુણ યાચક બહુ લવે ૨૮૨૩ સુરતમાંહિ ગોપી સુરજી, વોહોરો સુરો સાવ નાનજી;
વડોદરે સોની પાસવીર, પંચાયણી કહીયે જગમાં ધીર. ૨૮૨૪ અબજી ભણસાલી જીવરાજ, નવાનગરમાં તેહની લાજ;
પારિખ મેઘ વસે જિહાં દીવ, અભેરાજ મેઘ તે ઉત્તમ જીવ. ૨૮૨૫ પરીખ દામો દોસી શવરાજ, સવજી સોય કરે પુણ્ય કાજ;
બાઈ લાડકી શ્રાવિકા વડી, પુન્ય કાજ કરી દેહડી. ૨૮૨૬ અનેક દેસ નગર પુર જ્યાંહિ, હિરના શ્રાવક કહીયે ત્યાંહિ; - દિલીપતિ સરખો ઘે માન, પાય નમે નર મંત્રી ખાન. ૨૮૨૭ પા. ૨૮૨૧.૨ કહે (હીરનાને બદલે) ટિ. ૨૮૧૯.૨ સહિ = શ્રદ્ધા રાખે.
૨૮૨૨