________________
૩૨૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
જિમવા બેઠો નિજ ભરતાર, ખારી ખીચડી અત્યંત અપાર;
ખીજ્યો શ્રાવક તેણીવાર, કાં દીધો મુનિ એહવો આહાર? ૨૮૪૩ કરી ખરખરો આવ્યો તહિં, ઉપાશરે બેઠો છે મુનિવર જ્યાંહિ;
ભાષે શ્રાવક અમ ઘરિ આહાર, અહ્મ પરઠવ્યો ખાર અસાર. ૨૮૪ સાધ કહે ખારી ખીચડી, હીર તણે પાતરે તે પડી;
શ્રીગુર સોય ન બોલે ફરી, ઉડ્યા આહાર તે ખારો કરી. ૨૮૪૫ વારે વારે પીયે નીર, એમ જલ કહીયે ન પીયે હીર;
વાત પ્રકાશે નહિ ગંભીર, અહો, સમતારસ હોય સધીર. ૨૮૪૬ સાધ કહે ગુરુ એહ સ્યુ કીધ, ખારી ખીચડી દુહો સું લીધ;
હીર કહે કૂરડુને જુઓ, થુંકનારો તે નવલજ હુઓ. ૨૮૪૭ ધર્મચિ તપિઓ અણગાર, વિષ તુંબડનો કીધો આહાર;
વિદ્યાસાગરના ગુણ લાખ, છઠ પારણે લીધી રાખ. ૨૮૪૮ મામો ભાણેજ આગે હુઆ, લેઈ દીખ્યા હોય ગુણના કુઆ;
ભાણેજો તપ તપતો સદા, મામે ગુરુને પૂછ્યું તદા. ૨૮૪૯ કહીયે કેવલ એને હસ્ય ? જ્ઞાની ગુરુ તે બોલ્યો તમેં;
હવડાં જેહવો મનસુદ્ધિ વળી, રહે તો પખવાડે થાયે કેવળી. ૨૮૫૦ પછિ પારણનો દિન થાય, પાંડવને ઘર વહિરવા જાય;
તેણે ક્રોધ કીર વિખવાદિ, આપી ઘોડાની તિહાં લાદિ. ૨૮૫૧
૨૮૫૩
ચું ઉહનું ને સ્યું તાહતું, જો આણ્યો વઇરાગ; કુણ બરટી કુણ બાજરી, જો રસ કીધો (જેણે) ત્યાગ. ૨૮૫ર
| (ચોપાઈ) રસનો ત્યાગ કરવો રિષિરાય, લેઈ લાદિ ચાલ્યો તેણે ઠાય;
આહાર કરે અનુમોદે ઘણું, ત્રોડ્યું કર્મ ઘણું (તે) આપણું. વ્યાંહણિ રોગ તે ઋષિને થાય, પછિ આપદા સઘળી જાય;
પૂછે રોગ એ શ્યાથી થયો, દોષ લાદનો સહુએ કહ્યો. ૨૮૫૪ ત્યાહ મેં કોપ્યો તપિઓ યતિ, તેજૂલેસ્યા નહિ મુજ અતિ; બાળું પાંડવ પરોહિત રાય, બાળું દેસ ઈમ ચઢ્યો કષાય. ૨૮૫૫
(દુહા) ઋષભ કહે નર બાપડા, ક્રોધ કરો તમ કાહિ; પૂર્વ કોડિ ચારિત્ર ભલું, તે બાલે ખિણ માંહિ. ૨૮૫૬