SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૪૧ માનવીઓનો પાર નથી. ઘોડા, પાલખી, ચગડોળ અહીં છે. યાચકો કીર્તિગાથા ગાય છે. નિશાન-ડંકાની ચાર જોડ વાગી રહી છે. સંઘવી શ્રીમલે પાલિતાણા આવીને પડાવ નાખ્યો; જાણે તે સોનાનું ઘર ન હોય ! પાટણનો કકુ શેઠ સંઘ કાઢીને આવ્યો. તેની સાથે મહેતા અબજી, સોની તેજપાલ, દોશી લાલજી, શાહ સવજી પણ પાટણના આ સંઘમાં આવ્યા. તે વિચારે છે કે પોતાને હાથે જ પુણ્યકર્મ કર્યું. શત્રુંજય અને હીરસૂરિ એક જગાએ હોય એવો આ યોગ જગમાં મળવો દુર્લભ છે. અમદાવાદના ત્રણ સંઘ ત્યાં આવ્યા. સાથે બે સુંદર બળદ હતા. વિપુ શાહ અને ભીમજી પારેખ સંઘપતિ થયા. પૂંજો બંગાણી, ખીમસી, શાહ સોમો પણ આવ્યા. પાલિતાણામાં એવો પડાવ નાખ્યો જાણે અકબર બાદશાહ ન આવ્યા હોય ! માલવ દેશનો મોટો દાનેશ્વરી સંઘવી શાહ ડામર તે આવ્યો. એણે સમેતશિખરનો સંઘ કાઢ્યો હતો. એમાં છ હજાર પોઠી હતા. છસો વણિક ઘોડેસ્વારો હતા. પગપાળાઓનો તો કોઈ પાર નહોતો. એણે ડામરરાય નામ ધારણ કર્યું. તે સવાલાખ પર્વતની યાત્રાએ ગયો. પાંત્રીસ હજાર મહીમુંદી (નાણું) ખર્ચીને અવતાર સફળ કર્યો. તે સર્વને લઈને શત્રુંજય આવ્યો. સાથે ઘણા માણસોને લાવ્યો. ચંદ્રભાણ સૂરો અને લખરાજ પાછળ આવી બધું કામ સંભાળતા હતા. મેવાડનો સંઘ આવ્યો. તેમાં શાહ લાધો મુખ્ય હતો. મેવાતી સંઘ કલ્યાણ બંબૂએ કાઢ્યો. તેણે બશેર ખાંડની લહાણી કરી. દેશવિદેશમાં એની કીર્તિ વિસ્તરી. મેડતાનો સદારંગ શાહ આવ્યો. હોંશભેર તે દ્રવ્ય ખરચે છે. સવાલાખ પર્વતના સંઘે આવી પોતાનું અંગ નિર્મળ કર્યું. આગ્રાનો સંઘ આવ્યો જેમાં ઘણાં ગાડાં અને વહેલ હતાં. ઉપરાંત જેસલમેર, વીસનગર, સિદ્ધપુર, મહેસાણા, ઈડર, અહિમનગર, સાવલી, કપડવંજ, માતર, સોજિત્રા, નડિયાદ, વડનગર, ડાભલા, કડા, મહેમદાવાદ, બારેજા, વડોદરા, આમોદ, શિનોર, જંબુસર, કેરવાડા, ગંધાર, સુરત, ભરૂચ, રાંદેર, ઉના, દીવ, ઘોઘા, નવાનગર, માંગરોળ, વેરાવળ, દેવગિરિ, વિજાપુર, વૈરાટ, નંદરબાર, સિરોહી, નડુલાઈ, રાધનપુર, વડલી, કુણગિરિ (કુણગર), પ્રાંતિજ, મહીજ, પેથાપુર, બોરસદ, કડી, ધોળકા, ધંધુકા, વીરમગામ, નવાનગર, જૂનાગઢ, કાલાવડ વગેરે ગામોએથી સંઘો આવ્યા. આ બોંતેર સંઘો ઉપરાંત બીજા નાના સંઘો પણ આવ્યા. શત્રુંજયગિરિ ઉપર માનવોનો તો પાર નથી. કોઈ ચડે છે, કોઈ ઊતરે છે અને ઋષભદેવની પૂજા કરે છે. અહીં સ્થાવર તીર્થ શત્રુંજય અને જંગમતીર્થ હીરવિજયસૂરિ છે. અહીં એક હજાર મુનિવરોનો હીરસૂરિનો પરિવાર એકઠો થયો છે. યુગપ્રધાન સમા હીરગુરુ જેઓ શિયળમાં ગંગાનીર જેવા નિર્મળ છે, તે શત્રુંજય ઉપર જ્યારે બેઠા ત્યારે સકળ સંઘે મળી તેમને વંદન કર્યા. દુહા) બાથિ પુણ્ય ન ઊપડે, નાહિ સૂરજકુંડિ; ભીમ કુંડહાં નાહતાં, પાતિગ નાહાનેં છડિ. ૨૧૧૯ પા. ૨૧૧૯. ૨ નાહાટું
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy