SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત વિષ્ણુકુંડ પાસે સહી, ખોડીયારકુંડ જ જેહ, ઋષભદેવને પૂજીને, નિરમલ કીજે દેહ. ૨૧૨૦ મરૂદેવ્યા ટુંકે જઈ, અદબદ દેહરૂં જ્યાંહિ; સામફંડ નિરિ ભર્યો દેહ પખાલો ત્યાંહિ. ૨૧૨૧ ઈશ્વરકુંડ આગલિ સહી, સરોવર ત્યાંહિ વિશાલ; ઠક્કર જસુએ તે કર્યું, જળ લેઈ કરો પખાલ. ૨૧૨૨ (ચોપાઈ) કરિ પખાલ નર પાતિગ છોડિ, એણે ગિરિ મુગતિ ગયા કઈ કોડિ; નમી વિનમી વિદ્યાધર દોય, દોય કોડિયું મુગતિ જ હોય. ૨૧૨૩ - દ્રવિડ વાડિખીલ્લ મુનિવર જેહ, દસકોડિતું મુગતિ જ તેહ; સાઢીઢ કોડિ મુનિવર કહ્યા, શાંબ પ્રદ્યુમ્ન અહીં મુગત્ય જ ગયા. ૨૧૨૪ ત્રિય કોડિયું સિદ્ધા રામ, લાખ એકાણું નારદ તામ; પાંડવ સાથે કોડિ વિસ, થાવરચ્યો સિદ્ધ સહિત મુનીસ. ૨૧૨૫ શુક તાપસ મુનિ સાત હજાર, સેલગ પંચસયાં અણગાર; ઋષભવંશ અસંખ્યા પાટ, શેજે પામ્યા શુભ વાટ. ૨૧૨૬ અંધકાર ટાલિ જિમ સૂર, તિમ ગિરિ ટાલિ પાતિગપૂર; જિહાં છે શિખર એકસો આઠ, દીઠે લહીયે સિદ્ધ ગતિ વાટ. ૨૧૨૭ શેત્રુંજી નદી જાણું ગંગાય, સકલ પાપ તિહાં ધોવાય; રત્નાકર રસકુંપી જ્યાંહિ, હેમ રતનના આગર ત્યાંહિ. ૨૧૨૮ ચલણ તલાવડી ઉલખા ઝોલ, દીઠે પાતિગ જાયે દ્રબોલ; જેણિ ગિરિ પૂરવ નવાણું વાર, આવ્યા અષભ દેવ કીરતાર. ર૧૨૯ ચૈત્રી પુનમ દિનથી પ્રસિદ્ધ, પંચ કોડિસુ પુંડરિક સિદ્ધ; એણિ દિનિ ઉપવાસાદિક કરે, તેહનિ કોડિગણું પુણ્ય સરે. ૨૧૩૦ પાંચસે ધનુષ તણી પ્રતિમાય, રત્ન મણિમય તે કહિવાય; એકાવતારી હોય જેહ, પ્રતિમા–દરિસણ પામે તેહ. સોવન ગુફા પશ્ચિમ દિશિ જ્યાંહિ, તે પ્રતિમા ભંડારી ત્યાંહિ, ભરત તણી નિપાઈ તેહ, દીઠે ભવનો આવે છે. ૨૧૩૨ એહવો શ્રી શેત્રુંજો જ્યાંહિ, હીર મુનીસર આવ્યા ત્યાંહિ; બોહોત્તરી સંઘવી આવ્યા તર્સિ, સંવત સોલ પંચાસો જર્સિ. ૨૧૩૩ ચૈત્રી પુનિમ દિન કહેવાય, શાહ શ્રીમલ શેત્રુજે જાય; સંઘવી ઉદયકરણ તેજપાલ, ઉકર લાઈ બુદ્ધિ વિશાલ ૨૧૩૪ ટિ. ૨૧૩૨.૨ છેહ = છેડો, અંત ૨૧૩૧
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy