________________
શ્રી હીરવિજયસૂરિરાસ
ચીર પાથરે ભગિની ઇસેં, નાવી વેણી વિવારે તિસે;
સકળ લોક હુઆ ડસમસુ, એક હરખાં પંખી ને પશુ. ૩૨૩ અધ્યે મરીઉં છું જ અનાથ, અહ્મ મસ્તગ એ હોશે નાથ;
હેમ સરીખો એ ઋષિ થશે, અહ્મ મારતાં મુકાવશે. ૩૨૪ તિણ કારણ નવિ રોઉં અહ્મો, હીયડે હર્ષ ધરો નર તુમ્હો;
વીરશાસને એ દિનકર થશે, દિન દિન ઉન્નતિ અધિકી હુશે. ૩૨૫ ઇસી વાણી પંખી મુખ વહે, શુકનસાર તે વચન જ કહે; | વિજયદાનસૂરેં દીખ્યો હીર, મેઘકમરને જિમ મહાવીર. ૩૨૬ સંવત પન્નર છત્રુઓ જિસેં, કાતી વદિ દુતીઆ દિન તિસે;
નક્ષત્ર મૃગશિર ને સોમવાર, હીરે લીધો સંયમ ભાર. ૩૨૭ પૂઠે આઠ તણો પરિવાર, અમીપાળ વૈરાગી સાર;
સુણ ભાખું તેહનો અધિકાર, અમરસંઘ શાહ ધન અવતાર. ૩૨૮ કપૂરાં નામે પુત્રી સાર, પરણાવી તે સુંદરકુમાર;
કર્મયોગે ગયો તે મરી, માત પિતા દુખ નિજ સુંદરી. ૩૨૯
રંભા જેવું સુંદર રૂપ, પુષ્કળ પૈસો અને યુવાવસ્થા હોય અને એમાં જો વૈધવ્ય આવે તો ડગલે ને પગલે ખટક્યા કરે. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે – “પોતાનો સ્વામી સ્વર્ગવાસી થાય તો સ્ત્રીઓને માટે આ પાંચ કકાર દુર્લભ ગણવામાં આવ્યા છે એટલે તેનો ઉપયોગ કરવો તેના માટે યોગ્ય નથી. કશુંભ (રંગીનવસ્ત્ર), કાજળ, કામ, કુસુમ અને કંકણ.
જેમ ફળ વિનાનું વૃક્ષ, આંખ વિનાનો સંસાર, પુત્ર વિનાનું ઘર તેમ પતિ વિનાની સ્ત્રી. પંડિત, સ્ત્રી અને વેલડી – આ ત્રણ આધાર વિના રહી શકતાં નથી.
સારા ગુણવંત માણસોને નક્કી કોઈ ને કોઈ અવગુણ નડતો હોય છે. કોઈક વિધવા થાય, કોઈ વિરહવાળી થાય કે કોઈકને સંતાન ન હોય.
પૂર્વકર્મના યોગે પુત્રી કપૂરા વિધવા થવાથી દુઃખી થઈ ખરી, પણ તે ધર્મમાં લીન બની ગઈ. તે શિયળની રક્ષા કરે છે, નવકારમંત્રનો જાપ કરે છે. જીવવિચાર, નવતત્ત્વ, ઉપદેશમાલા વગેરે ભણે છે. અને તેનો અર્થ જાણવાથી તે વૈરાગી બને છે. તે કહે છે કે, “મારે સંયમ લેવું છે. હવે મારે સંસારમાં રહેવાનું શું કામ છે ?” માતા તેને રોકે છે પણ જ્યારે તે પોતાના વિચારમાં મક્કમ રહે છે ત્યારે માતાને પણ વૈરાગ્ય થાય છે અને તે પણ દીક્ષા લેવા તૈયાર થાય છે. એ સાંભળીને પિતા કહે છે કે, “જો પુત્રી અને પત્ની બન્ને સંયમ લેતાં હોય તો મારે સંસારમાં શા માટે રહેવાનું ? હું પણ દિક્ષા લઉં.” પુત્ર અમીપાલના શિરે બધો ગૃહભાર મૂકી તેને પરણાવવાની વાત કરી ત્યારે તેણે કહ્યું, “તમે ત્રણે જો સંસાર છોડી સંયમ લેતાં હો તો મારે પણ સંયમ પા. ૩૨૩.૧ અસેં ટિ. ૩૨૩.૧ નાવી = હજામ ૩૨૬ ૨ દીખ્યો = દીક્ષા આપી