SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત પ્રિયભાષિતા, અન્ય ગુણો તેમ જ ધર્મોપકરણરૂપ દેહની અનુમોદના કરું છું. જીવ ઘણા ભવોમાં જન્મ-મરણ કરતો રહ્યો તેમાં કેટલાક ભવોમાં તે ધર્મોપકરણરૂપે ઉપયોગમાં આવ્યો છે. મોરનો ભવ પામીને તે પીંછાની પુંજણી રૂપે ઉપયોગી થયો. પૃથ્વીકાળમાં પાષાણ બનીને એમાંથી જિનપ્રતિમા નિર્માઈ. અપકાયમાં જીવ પ્રભુજીની પ્રતિમાના પ્રક્ષાલન માટે ઉપયોગી થયો. આમ ભવોમાં અનંતીવાર ભમતાં શરીરનો ધપકરણ તરીકે ઉપયોગ થયો તેની પણ હું અનુમોદના કરું છું. ' વળી ચાર ગતિમાં જીવ ભમતાં એને સબળ વેદના સહન કરવાની થઈ. નરકગતિમાં ખૂબ યાતના સહન કરી. મનુષ્યગતિમાં માર સહ્યો, માથે ભાર વેક્યો ને શરીરે પરસેવો પાડ્યો. પશુયોનિમાં જન્મેલાંના પ્રાણ ઘણાએ હણ્યા, શ્વાન આદિ ભૂખે મરતા આપણે જોઈએ છીએ. દેવગતિમાં પણ ઘણાં દુઃખો છે. આમ વિચારીને તેઓ મનને સ્થિર કરે છે અને હૈયે આ પ્રકારની ભાવના ધરે છે. જે મનુષ્ય અનશન-આરાધના કરે છે તે સુરગતિ – શિવગતિ મેળવે છે. જે નવકારનું શરણ સ્વીકારે છે તે પંડિતમરણ પામે છે. નવકારમંત્ર ગણતાં તે નિર્મળ થાય છે. અને સાત સાગરોપમના પાપનો ક્ષય કરે છે. જે આખું પદ ગણે છે તે પચાસ સાગરોપમનાં પાપોને હણે છે. જે આખો નવકાર ગણે છે તેના પુણ્યનો કોઈ પાર નથી. તે પાંચસો સાગરોપમનાં પાપોને હણે છે. આવા નવકારમંત્રને હીરગુરુ હરખભેર ગણે છે. નિશ્ચલ મનથી આરાધનાપદને વિધિપૂર્વક આરાધે છે. જે દશ પ્રકારની આરાધના કરે છે, કરેલાં પાપોની અરિહંત-સિદ્ધ પ્રભુની સાક્ષીએ આલોચના કરે છે, પાપકર્મોની દેવની અને આત્માની સાક્ષીએ નિંદા કરે છે તેનાં પાપકર્મોનો ક્ષય થાય છે. અને બોજ વહન કરનારો ભાર ઊભરી હળવો થાય તેમ તે હળવો થાય છે. જે લજ્જા કે અભિમાનથી કે જ્ઞાનના મદે મનમાં શલ્ય રાખીને ગુરુ પાસે કરેલા દોષોની આલોચના નથી કરતો તે ચાર ગતિનાં દુઃખ પામે છે, તેને માથે શલ્યકરણનું દુઃખ આવે છે. તે નર દુર્લભબોધિ થાય છે ને અનંતસંસારી કહેવાય છે. માટે કોઈ શલ્ય સહિત મરો નહીં કે કોઈ નિયાણું પણ કરો નહીં. ઋષભદેવ આદિએ નવ નિયાણાંનો નિષેધ કર્યો છે. (દુ) પ્રિયભાષી અનુમોદીએ, દૂજા ગુણ વળી જેહ; ધર્મોપગરણ દેહનું, હું અનુમોદું તેહ. ૨૪૦૪ | (ચોપાઈ) ભમ્યો જીવ બહુ પામી મરણ, હવું દેહનું ધર્મોપગરણ; નીલકંઠ તન પામ્યો સહી, પીંછ તણી પુંજણીઓ થઈ. ૨૪૦૫ ટિ. ૨૪૦૪.૨ ધર્મોપગરણ = ધર્મનું ઉપકરણ, સાધન
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy