________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૫૩
ત્યારે ઉમરાવ, ખાન, વજીર બધા કહેવા લાગ્યા કે જે વાત સારી-સાચી છે તે કરવી અને જે વાત જૂની ને ખરાબ છે તે છોડવી. (ઢાળ ૫૯ - સખી દેખી રાજ સુલતાન આયો,
રાગ આશાવરી, દેશી કડખાની.) બોલ શાહ અકબર હીર સુણિ તુજ કહું, મિલે સબ ઉંબરે હમહી ભાખે;
બાપક સોય બેટા ભલા ભાખીએ, જેહ અપના સહી રાહ રાખે. ૧૩૦૭ દીન દુનિકા એક તુંહી પાતશા, પાટ મોટો બતી બાઉં નાર્વે;
હુકમ હુઆ ઉહ આણી દારૂ બહુ, પાટ પોઢા ઊંચા સબ ઉઠાવે. ૧૩૦૮ એક મણ દારૂ ઓર સો મણ પત્થરા, ઊડતે બોહોત મૈદાન હોવે;
હુકમ મેટ્યા જદા આપકે ધણીઅકા, નજર કરડી કરી આપ જોવે. બોલ. ૧૩૦૯ ગાજતા નીર ખારા જ દરીઆ તણા, ધાવતા ધસમતા લોલ આવે;
ક્યા કરે પાતશા લોક ડૂબે સબી, ગજ રથ અશ્વ ગઉ તણાવે. બોલ. ૧૩૧૦ ઉસ બતી પાતશા નહુ નવા કીજીએ, કીજીએ જે વડો આપ કીના;
પાટજી પીઢીઆ તોહ તાણે ગએ, દંડ ધણીઓ ઉસે તરત દીના. ૧૩૧૧ હિર તવ મેં કહ્યા સુણો મિલ્યા ઉંબરે, પાતાશા એક આંખે જ અંધા;
બેટા ઉસકા હૂઆ અંધલા દેખતા, હોય ઉસકા હી ફિર અંધ નંદા.બોલ. ૧૩૧૨ વે રહે દેખતા કે હોય અંધલા, ઉંબરે કહત ના હોઈ અંધા;
હીરતબ મેં કહ્યા બાત સુણીએ સબિ, ગ્યાન ધરીએ મતિ હોય મંદા. બોલ. ૧૩૧૩ સાતમી પેઢીઓ તૈમુરશાહ હુમાઉ હુઆ, સોય ચરવાદારમાંહિ મોટા;
ફકીર બેડી ધરી આપ પોકારતા, દેત દુનીઆ દેવે એક રોટા. બોલ. ૧૩૧૪ તમુર રોટી દીએ તીર પરે તે ધરે, તૈમુરને શિરપરે છત્ર કીના;
અવાજ ઐસા કિીઆ લેહદુનીયા સભી, મુલક સારા મેં તો તુમહિદીના. બોલી૩૧૫ એક દિન અશ્વ દુબલો બહુ દેખતે, ચાબખો ચરવાદાર મારે;
મિલે સબી એકઠે ઊઠિજંગલ ગએ, સહસ ચરવાદાર સોય સારે. બોલ. ૧૩૧૬ એક દિન માલ ઊંટાં ભર્યા આવતા, કાઢિ તરૂઆર સબ છીન લીના;
લસકર બોહોત આએ પીછે ડણકું, કટક સારા ઉભાગ કીના. બોલ. ૧૩૧૭ દોડ તબ પાતશા આપણી ઉહાં ગયા, લડત પાતશાહકું ઠોર મારે;
મુલક સારા લીઆ આપ હુઆ પાતશા,છત્રતો આપકે શિરહિધારે. બોલ. ૧૩૧૮ પા. ૧૩૦૭.૧ બોલે શાહી ૧૩૦૭.૨ આપસકા ૧૩૦૮.૧ મુલખથી એક ત્યહા એક થા પાતશા ૧૩૧૦.૧ ધસતર્ક રાજ્ય ૧૩૧૧.૧ લહ ભલા કીજીએ ૧૩૧૨.૨ ઉસકા જ નંદા ૧૩૧૫.૧ નીર પરે ૧૩૧૫.૨ અબ જુઓ ઇસા કીઆ લેંહ ડુલીયા સર્બિ ૧૩૧૭.૨ સાર રાઉને ૧૩૧૮.૧ દોડતા ટિ. ૧૩૦૯.૨ જુદા = જ્યારે ૧૩૧૨.૧ ઉંબર = ઉમરાવ